પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અયોધ્યાકાણ્ડ

.

મરણની વાત સાંભળી રામ.લક્ષ્મણ અને સીતાને ઘણો શોક થયો. શોકનો વેગ શમ્યા પછી ભરતે રામને અયોધ્યા પાછા ફરવા વિનંતિ કરી. એણે કહ્યું કે "રાજાએ કૈકેયીનું સાન્તવન કરવા માટે મને રાજ્યપદ આપ્યું તે હું આપને પાછું અર્પણ કરૂં છું, એટલે પાછા ફરવામાં આપની પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી." પણ રામે કહ્યું : "પિતાનું વચન સત્ય કરવું એ જ પુત્રનું કર્તવ્ય છે. સર્વ વસ્તુ કરતાં સત્ય જ મને વધારે પ્રિય છે, કારણ કે સત્યની બરાબરી કોઇ પણ ચીજ કરી શકે એમ નથી. રાજાએ તો તેમાં ખાસ કરી સત્ય હંમેશાં પાળવું જોઇયે; કારણ રાજ્યની ઇમારત સત્યના પાયા પર રચાઇ છે. જે રીએ રાજા ચાલે છે તે જ રીતે પ્રજા ચાલશે. રાજા જો સત્યનો ત્યાગ કરે તો પ્રજા સત્યને માર્ગે શી રીતે ચાલે? સત્ય એ જ સર્વ ધર્મનું મૂળ છે; માટે લોભ કિંવા મોહને વશ થઈ હું સત્ય રૂપી સેતુને છોડનાર નથી."

બેમાંથી કોની ઉદારતાનાં વધારે વખાણ કરવાં એ ઠરાવવું મુશ્કેલ હતું. પ્રજાજનો બન્ને ઉપર ફિદા થઇ 'ધન્ય ધન્ય'ના પોકાર કરી રહ્યા હતા. છેવટે એમ ઠર્યું કે ભરત રામની પાદુકા રાજ્યાસન
૨૫