પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


રૂધીર ગળતાં ચર્મે પેહેર્યો, કંઠ આંતરડાંની માલરે;
જીભ સળકે સાપ સરખી, વદન છે વિકાળરે. ૧૭

શત કોટી રાક્ષસ ભયાનક, યુધે તત્પર થાયરે;
મુખ આગળ સેના શોભતી, જોઈ રીઝયો રાવણ રાયરે. ૧૮

વલણ

રીઝયો રાવણરાય જોઈ, કટક પોતા તણુંરે;
કોણ સુભટ રાયને નમે, નામ તેનાં વર્ણુરે. ૧૯

કડવું ૪ રાગ મેવાડો

કોણ કોણ સેનાના નાયક,નમે રાયને પાયજી;
નામ તે સર્વે રાજકુંવરનાં, પ્રહસ્ત કે'તો જાયજી.

આધ દેવ તણો જીતનારો, દેવાંતક અએવું નામજી;
નરાંતક બંધવ સંગાથે, કરેછે દંડ પ્રણામ રાણાજી.

સકળ શાસ્ત્ર વિદ્યાનો પાઠી, શુકસારણ એવું નામજી;
ત્રણ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી.

જેણે વરૂણ બાંધીને આણ્યો, પ્રધ્વસ મંત્રી નામજી;
શત કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી.

સપ્ત સમુદ્ર જીતી વશ કીધાં, મહોદર એવું નામજી;
ત્રીશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી.

જેણે બ્રહ્મલોક જીતી વશ કીધા, બ્રહ્મકોપ એવું નામજી;
છત્રશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી.

જેણે નવકુળ નાગ બાંધીને આણ્યા, મણિભદ્ર એવું નામજી;
ચોવિશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી.

જેણે તીર્થ માત્ર પૃથ્વીના ભાજ્યાં, સર્વદમન એવું નામજી;
પંચાશ કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી.

જેણે યજ્ઞ ભાગ દેવતાના ટાળ્યાં, યજ્ઞકોપ એવું નામજી;
શત કોટી યોદ્ધાનો સ્વામી, કરેછે ડંડ પ્રણામ રાણાજી.

જેણે ગણપતિ બાંધીને આણ્યા, વકરાક્ષસ એવું નામજી;