પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભટ પ્રેમાનંદ કહે કથા, કમ સેના યુદ્ધે જાયરે.

કડવું ૭ મું

દુહો.

રાક્ષસ કટક સૌ સજ થયું, વહ્યા નિશાને ઘાયરે; બોલ્યાં રાણી મંદોદરી, કરી વિનતી રાવણ રાયરે.

રાગ મેવાડો.

આજનો દા’ડો લાગે ધુંધળો, દીસે ઝાંખો દિનકર દેવ, હોરાણાજી;
ત્રિભુવન નાથ ના દુભીએ, જેની બ્રહ્મા શંકર કરે સેવ, હોરાણાજી. આજનો. ૧
દિશા ચારે દીસે ધુંધળી, કાંઈ શુકન માઠેરા થાય. હોરાણાજી.
કાંઇ ફાલુ બોલેરે બિહામણી, રૂએે વાયસ સ્વાનને ગાય, હોરાણાજી. આજનો. ૨
ગઇ રાતે સ્વપ્ન મેં પામિયું, દીઠું દારૂણ કહ્યું ક્યમ જાય, હોરાણાજી.
સમુદ્ર સુકા રૂધિર સરિતા ભરી, લંકામાં લાગીછે લાય, હોરાણાજી. આજનો. ૩
લાખ લાખ રાણી તમારડી, બીજો વહુ બેટીનો સાથ, હોરાણાજી.
કેશ વિના દિઠી મુસ્તક બોડલાં, ચુડલા વિના દીઠા હાથ, હોરાણાજી. આજનો. ૪
રાણા તમે કાળાં પટકુળ પે’રિયાં, કંઠે કરેણાના હાર, હારાણાજી;
દક્ષણુ દિશાએ તમે સંચર્ય, ઉંટ ઉપર થઇઅશ્વાર, હારાણાજી. આજના, પ
રામજી પાધરે નવગ્રહ પાધરા, રામજી વાંકે વાંકે સંસાર, હારાણાજી;
પાધરા વિભિષણ જે તે વાંકા થયા, આજ ગઇતમારી સહુવાર, હેારાણાજી..
થયા વાંકા તેત્રીશ કાઢિ દેવતા, લીધા વાનરના અવતાર, હેારાણાજી;
વાંકા વાંકે લક્ષ્મણ કાપીયા, છે ધરાધર ખળભંડાર, હારાજ આજના, ૭
વાં વાંકેઃ રઘુપતિ આવિયા, તૈયું ત્રંબક તરણા સમાન, હારાણા;
ધણા વાંકારે મરીચિ મારયા, કરશુ રામનું ઉતાર્યું ‘માન, હારાણુ જી. આજનો ૮

૧ વડેદરામાં ને તેની આસપાસના પ્રદેશમાં ક્રમ ને બદલે ક્રમ એલેછે. સસ્કૃત કિમ્ શબ્દથી કેમ ક્યમ ને કમ એવાં ત્રણ રૂપ સધાય, અને તેથી ત્રણે શુદ્ધ ગણાય. વળી તે ત્રણે જુદે જુદે રથળે વપરાય પણ છે. સુરતનું કેમ, વડાદરાનું કમ, તે ચરેતરનું યમ, ભીલ વગેરે લોકો કિમ્ વાપરેછે તે કેવળ શુદ્ધ છતાં અશુદ્ધ કે ગામડી ગણાય છે! ૨ કડવાની શરૂઆતે દુહા અહીં પ્રથમજ જોવામાં આવે છે. વળી બને ચરણની પૂરું ૐ ઉમેરવાથી દુહાનું રૂપ રહેતુ નથી. ૩ પૃથ્વીને ધારણ કરનાર શેષ ના- ગના અવતાર માટે, ૪ અભિમાન પ્રત, ર. ૩,