પૃષ્ઠ:Rasataragini.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
<poem>

પ્રણયપીયૂષથી પિંડ પરિપોષતો, પ્રતિ હૃદય પુણ્યરસ સહજ પાતો. આજ૦.

મલિન શેવાલના સહજ અપસરણથી, સ્વચ્છ સોહંત સરસી સમાણું; ચલિતક૨ભંગ દગમીનતરલિત થતું, મધુર મંડળ મચ્યું ભાવભીનું. આજ૦.

દૂરતર બાલરોદન શ્રવણસંભ્રમા, સકળ સહિયર તણો સંગ છોડી; ભવ્ય વાત્સલ્યભરી અજબ ઉડ્ડયનથી, ચ૫લગતિ ધર જતી કેાઈ દોડી. આજ૦.

હૃદયપીપૂષરસપાનથી પોષતી, શયિત સુતવહન પર દૃષ્ટિ દેતી; આવી ઉતાવળી, શીઘ્ર સખીમાં મળી, સ્વર તુસ્ત મધ્યથી ઝીલી લેતી. આજ૦.

પુરુષપદરવ તણી સ્વલ્પ શંકા થતાં, સ્વરહૃદયઅંગસંકોચ કરતી; એક પળમાંય સ્વર સકળ પલટાવતી, ગુંજતી નવલ ઉર ભાવ ભરતી. આજ૦.

શ્રમભરી સુંદરી કર થકી કર ગ્રહી, બેસતી કૈંક વિશ્રામ લેતી; કૈંક અનુદિત નવલ ગીતગુંજન વડે, અજબ અન્યોન્ય રસદાન દેતી. આજ૦.

સ્મરણવિસ્મરણ હિંદોલ પર હિંચતી, કોટિ અવધાનસંવ્યગ્ર થાતી; વિશ્વવિષપાનમૃતહૃદયસંજીવની, આર્ય કુલદેવીઓ ગીત ગાતી. આજ૦.