પૃષ્ઠ:Rasataragini.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨

ડોલતી અાંબાડાળ કોયલ ટહુકે રે,
મીઠો એનેા મદશોર ઉરને અડકે રે,
એ રસઘેલીનાં માન ઝીલી ઝરતાં રે,
વનપંખી મનમસ્તાન કિલકિલ કરતાં રે.

ધણ ચરવા સામી પાર ધસતું રે,
ગેાવાળા વાંસળી વાય સુર ગંભીરે રે;
કેાઈ પાછા ધરતી પાય વચ્છવિજોગે રે,
એકલડી શી અકળાય સુરભિ શોકે રે.

એ વહાલેરી વનવાટ ચિતડે ચોંટી રે,
અાંસુડે ભીની આંખ ઝંખે જોતી રે;
ઓ વાદળથી ઢંકાય મહિયર મારાં રે,
જ્યાં અંતરને ઉકળાટ વસતાં વહાલાં રે.

માડીના મીઠા બોલ વાયુ વહેતો રે,
કૈં ભાવભર્યા ભણકાર દિલને દેતો રે;
કોક વાટ જતાને વાત કદીએ કહેશું રે,
સોંપીને ઉર–સન્દેશ રીઝી રહેશું રે.

સાહેલી ભરીને હેલ્ય મારગ મળશે રે,
અાંખડીઓ થાતાં એક હૈયાં હસશે રે;
ધટડાની ઊંડી ગોઠ કૈં–કૈં કરશું રે,
અમૃતના ઝીલી એાઘ અંતર ઠરશું રે.

અણતોળ્યા ભવનો ભાર મનથી મટશે રે,
અણબૂઝયા તનના તાપ ઘેરા ઘટશે રે;