પૃષ્ઠ:Rasbindu.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંગીતસમાધિ : ૧૮૯
 

‘शतं जीव शरद :...! ખાતરીની જરૂર શી ?’ મુશ્કેલીથી સારંગધર બોલ્યા.

‘આપની પાસે હજી થોડાં તાન અને થોડી ગમક શીખવાનું બાકી છે.’

‘તારા ગયા પછી મેં ગાવું જ લગભગ છોડ્યું છે.’

‘મારા આવ્યા પછી એ હવે શરૂ થશે.’

અને ખરેખર માંદગી ભોગવતા સારંગધરમાં સંજીવની પુરાતી હોય એમ લાગ્યું. થોડી વાતચીત પછી તેમણે ગાવાનું તો નહિ પણ બૈજનાથનું ગીત સાંભળવાની હા પાડી અને પોતાના જૂના તંબૂરા અને તબલાંને પાસે લાવવા તેમણે સૂચન કર્યું. ધૂળ ખંખેરી બૈજનાથે વાદ્યોને ભાવભર્યું નમન કર્યું અને ઊંચકી લાવી તેમને સારંગધરના પગ પાસે મૂકી દીધાં.

‘મેળવ તો ખરો!’ સારંગધરે કહ્યું.

બૈજનાથે તંબૂરાના તાર મેળવ્યા, અને હથોડીના ખટકારા વડે તબલાંનો પણ મેળ પાડ્યો.

સારંગધરના દેહમાંથી તાવ ભાગી ગયો લાગ્યો. પોતે કરેલી મેળવણી બરાબર છે કે નહિ તેની ખાતરી કરવા બૈજનાથે તંબૂરો સારંગધરને આપ્યો. તેમણે આંગળીઓ ફેરવી સૂર મળ્યાની ખાતરી કરી તંબૂરો બાજુએ મૂકી તબલાં લીધાં. પ્યાંઉં પ્યાઉં અને કડિંગ કડિંગ બોલતા નરઘાની એક બાજુએ સૂરની કચાશ લાગતાં સારંગધરે સહજ હથોડી ખટકારી અને એ ચર્મવાઘ એવું ગુંજી ઊઠ્યું કે બૈજનાથની આંખમાં આશ્ચર્ય ચમક્યું. મેળવેલું નરઘું સારંગધરે બૈજનાથના સાથીદારને આપ્યું.

અને બૈજનાથે સૂર શરૂ કર્યા. એમાંથી રાગ જન્મ્યો, રાગનો આકાર બંધાયો અને રાગનું સ્વરૂપ પ્રફુલ્લિત રીતે વિકસવા લાગ્યું. એ સ્વરૂપ ઘટ્ટ બન્યું અને જીર્ણ ઓરડીના વાતાવરણમાં સૂરસૌંદર્યની ભાત ઉપસી આવી. સારંગધર પ્રથમ તો શાંત રહ્યા, પરંતુ જેમ સૂરસરિતાનો પ્રવાહ વધતો ગયો તેમ તેમ સારંગધરની શાંતિમાં