પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂજન
૨૧
 


સાગર ગરજે આંગણે, રસસરિતા ઉભરાય :
ગિરિગહ્‌વર સરવર ભર્યાં, ઉરઔદાર્ય સુહાય :

રુપાળી રઢિયાળી કાલી હ્રદયહુલામણી રે,
ધીરી વીરી સંયમી ડહાપણનો ભંડાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

સ્નેહ, શૌર્ય ને ભક્તિના યુગયુગ ઉચરે મંત્ર :
ધર્મધરા સંતોતણી, કર્મધરા ય સ્વતંત્ર :

આવો, ઝીલિયે એની વિશ્વવિશાળ વધામણી રે ,
એને ચરણે સો સો સફળ અદલ અવતાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !