પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વલીલા
૭૧
 


ઊઘડે અજબ અંગવેલડી રે,
ઊઘડે અજબ તુજ રૂપ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
ઊભર્યા શા આભને અંતરે રે
જાણે કો જ્યોતિના કૂપ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૩

આભલે આભલે ઊડતી રે
વીંધે તારી તું ઘોર વાટ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
ફેંકે શાં બાણ તુજ મોહનાં રે, -
ઊતરે ન કો ઉરધાટ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૪

એકાકી આભને ગોખલે રે
તારા શા વહિનના વિલાસ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
ભયથી જગત ભડકાવતું રે
ઊતરે તારું અટ્ટહાસ્ય રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૫