પૃષ્ઠ:Rasdhar4.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દસ્તાવેજ
૭૫
 

રમતો રમતી હતી. હવે સાચો વેશ સજીશ. તમારો નાનેરો ભાઈ બનીશ.”

રજપૂત રમૂજભેર જોઈ રહ્યો.

અંગે વીરનાં વસ્ત્રો-શસ્ત્રો સજીને બેય ઘોડેસવાર કોઈ મોટા રાજ્યની ચાકરી ગોતવા નીકળ્યાં છે. વિધાતા પણ પલ વાર વિમાસણમાં પડી જાય કે આને તો મેં નારી બનાવેલ, કે નર? આવી રીતે રાજબાની સૂરત બની ગઈ છે. આંખમાંથી લાલ ટશર ફૂટી છે.

રાજધાનીના દરવાજામાં બેય ઘોડાં નાચ કરતાં કરતાં દાખલ થતાં હતાં, તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામી મળી.

વિધાતાની આ બે કરામતોને દેખી બાદશાહ ફિદા બની ગયો. પૂછ્યું : “કોણ છો?”

“રજપૂત છીએ.”

“કેમ નીકળ્યા છો ?”

“શેર બાજરી સારુ.”

“અહીં રહેશો?”

બેય જણાએ માથું નમાવ્યું.

“સગા થાઓ છો ?”

“હા, નામવર મામા-કુઈના.”

બેય રજપૂતની ચાકરી નોંધાણી.

શિકારની સવારીમાં, બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારમી તરાપ મારી તે વખતે બેહિસ્તના દરવાજાની અને બાદશાહની વચ્ચે એક જ તસુનું અંતર હતું. પચાસ રક્ષકોની તલવારો શરમાતી ઊભી હતી, ત્યારે