પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
176
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

માને રોતી મૂકીને ચાંદવિનોદ પરદેશ ગયો. એક વરસ સુધી શિકાર કરી કરીને ધન કમાયો. ઘેર જઈને ખેતીવાડી લીધાં, બળદ લીધાં, તળાવડીવાળું ઘર ચણાવ્યું.

હીરાધરે હવે પોતાની દીકરીને ચાંદ સાથે પરણાવી. દાયજો લઈને મલુવા સાસરે ગઈ. ઘરની લક્ષ્મીને સાસુએ ઘરમાં લીધી. ગંગાજળનો ઘડો ભરીને પાડોશની બાઈઓએ આશિષો દીધી. સોનુંરૂપે ભેટ કરીને સહુએ સારાં શુકન કરાવ્યાં. ચાંદનો ઘરસંસાર સુખે ચાલવા લાગ્યો.

ગામમાં એક કાજી રહે છે; બડો બદમાશ કાજી !

બોડોઈ દુરંત કાજી, ક્ષેમતા અપાર,
ચોરે આસરા દિયા દિયા, સાઉદેરે દેય કાર.

[બડો દુષ્ટ કાજી : અપાર સત્તાવાળો : ચોરોને આશરો આપે ને શાહુકારોને કેદખાનું આપે : પરનારીનાં શિયળ હરે.]

એક વાર તળાવડીને આરે કાજી ઘોડે ચડીને નીકળ્યો છે. ચાંદની બાયડીને એણે પાણી ભરતી દીઠી છે. દેખીને એ દીવાનો બન્યો.

ભૂઁયેતે બાઈયા તાર પરે લંબા ચૂલ,
સુંદર બદન જેમુન મહુઆર ફૂલ.

[ધરતી ઉપર જેના લાંબા કેશ ઢળી પડે છે, જેનું મોં જાણે મહુઆનું ફૂલ જોઈ લ્યો, એવી મલુવાને દીઠી.]

આનાગુના કઇરા કાજી, હોઈલો બાઉરાં;
રાખિતે ના પારે મન કોરે પંખી ઉડા.

[બાવરો બનેલો કાજી રોજ આવ-જા કરે છે. પોતાના મન-પંખીને એ ઊડતું રોકી શકતો નથી. એના દિલમાં થયું કે અહાહાહા !]

દેશેતે ભમરા નાઈ કિ કોરિ ઉપાય.
ગોલાપેર મધુ તાઇ ગોબરિયા ખાય.

[દેશમાં ભમરા નથી એટલે જ ગુલાબનું મધુપાન કીડા કરી રહ્યા છે ને !].

ખલાસીની ઓરતને ભોળવવી એમાં શી મોટી વાત છે એમ સમજીને