પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
184
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 દુખિયારી મલ્લુ એકલી પડીને વિચારે છે : હાય રે ! હું જીવું છું ત્યાં સુધી મારા સ્વામીના કપાળે કાળી ટીલી જ રહેવાની. સદાય મારો સ્વામી દુઃખી થયા કરશે. એ કરતાં મારી આવરદાનો જ અંત કાં ન આણું ?

મનથી મરવાનું નક્કી કરીને મલ્લુ નદીને આરે આવી. મન-પવનવેગી નૌકા બાંધી હતી તેમાં બપોર વખતે મલ્લુએ પગ મૂક્યો. પગ મૂકતાંની વાર જ –

ઝલકે ઝલકે ઉઠે ભાંગા નાઉ સે પાનિ;
કોતો દૂર પાતાલપુરી આમિ નહિ જાનિ.

[એ તૂટેલા નાવડામાં ઝલક ! ઝલક ! ઝાલક મારતાં મારતાં નદીના પાણી દાખલ થવા લાગ્યાં. મલ્લુ બોલી કે “હે નદીનાં નીર ! હું નથી જાણતી કે પાતાળપુરી અહીંથી કેટલે દૂર છે. માટે –]

ઉઠુક ઉઠુક આર ઓ જલ, નાઉએર બાતા બાઈયા.

[હે વાયરા ! તમે ફૂંકો ! અને ભલે આ નાવમાં હજુ વધુ પાણી ચડો ! ]

નાવડું ખેંચાવા લાગ્યું. નીર ભરાવા લાગ્યાં, ત્યાં તો ચાંદવિનોદની બહેન ધા દેતી આવી :

“ઓ ભાભી ! તૂટેલ નાવડું છોડી દે ! ઘેર ચાલ ! ઘેર ચાલ !”

નાવમાંથી મલ્લુ જવાબ વાળે છે :

ના જાઇબો ઘરે આર, શુનો હે નનદિની,
તોમરા સબેર મુખ દેઇખ્યા, ફાટિ છે પરાની.

[હે નણંદબા ! હવે ઘેર નહિ આવું. તમારા સહુનાં મોં દેખીને મારી છાતી ફાટે છે. માટે–]

ઉઠુક ઉઠુક ઉઠુક પાનિ, ડૂબુક ભાંગા નાઉં;
જન્મેર મત્ત મલુવારે, એકબાર દેઇખ્યા જાઉ.

[આજ તો ભલે આ પાણીનાં મોજાં ઉછાળા મારે ! મારવા દ્યો ઉછાળા ! ડૂબવા દ્યો આ તૂટેલી નૌકાને ! અને છેલ્લી વાર તમે સહુ સગાં તમારી મલ્લુને નીરખી જાઓ !]

નાવડું વધુ ને વધુ ડોલવા લાગે છે. પાણી વધુ ને વધુ ભરાતાં જાય