પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાઠી અને ચારણી બોલીની ખાસિયતો
215
 


3. ક્રિયાપદો

(ક) ખાસ પ્રયોગો :

ગુજરાતી
આવ્યો
આવી
ગયો
દીધા
હતો

નથી

કાઠી
આદો
આદી
ગો
દીના
હુતો

નથ, નસે

ચારણી
ઈદો
ઈદી
ગો
દીના
હુતો

નસેં

(ખ) વર્તમાનકાળનો પ્રત્યય ‘છું’ નહિ, પણ ‘સાં’ છે :
જાણું છું : જાણતાં સાં
લઉં છું : લેતો સાં

(ગ) કૃદંતમાં આવો નિયમ છે :

આવીને
ટાંપીને

લઈ આવ્ય

આવુંને
ટાંપુને

લઉ આવ્ય

આવેંને
ટાંપેને

લે આવ્ય

4. અવ્યયો

ગુજરાતી
અહીં
ત્યાં
ક્યાં

શા માટે

કાઠી
આસેં - ઇસેં
તીસેં
કીસેં

કેવાને – કાણા સાટુ

ચારણી
આસેં
તીસેં
કીસેં

કેવા સાટુ

ભણેં : આ શબ્દ સામાન્ય વાતચીતમાં વારંવાર ખાસ કોઈ અર્થ વિના યોજાય છે; એનો અર્થ ‘ભણવો – કહેવો’ એ ઉપરથી ‘હું કહું છું’ કે એમ થતો હશે. મેર લોકોની ભાષા પણ આ ભાષાને મળતી જ લાગે છે.