પૃષ્ઠ:Rasdhar5.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
50
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

બાજુના ઘા ઉપર મૂકી દઈ પોતાનો ફેંટો કસકસાવીને તેની ઉપર બાંધી દીધો. અંધારે કોઈએ દીઠું નહિ.

“મેરજી ! ગોળી ખાલી ગઈ !” હીપા ખુમાણે હાસ્ય કર્યું.

“બાપુ ! મારી ગોળી ખાલી જાય નહિ. મારો હાથ ઠર્યો છે ને ? જિંદગાનીભર કદી ખાલી નથી ગઈ ને આજ છેલ્લી વેળા મને ભોંઠો પાડશે ?”

“ફિકર નહિ, મેરજી. ફરી ઘા કરો.”

“હોય નહિ, બાપુ ! મેરજી બીજો ઘા કોઈ દી ન કરે.”

“આ લે ત્યારે, કર સદ્‌ગતિ !” કહીને હીપા ખુમાણે મેરજી જમાદારને ભાલે વીંધ્યો. બીજી બાજુ લૂંટ પૂરી થઈ.

ચાંપો બોલ્યો : “બાપુને ગારિયાધારના ખડિયા ભરવા’તા, તે ભરાઈ ગયા. હવે હાલો ઝટ, અસવાર પાલીતાણે પહોંચી ગયો હશે, અને હમણાં ફોજ આવી પડશે.”

બહારવટિયાએ સાણાના ડુંગર ભણી ઘોડાં હાંકી મેલ્યાં.

માર્ગે ખડિયામાં સોનામહોરો અને બાબીશાહી રૂપિયા ખખડતા આવે છે, હવે ક્યાંય લૂંટવા જવું નહિ પડે એવા હરખના દીવા ટમટમતા અદૃશ્ય થાય છે.

ફક્ત ચાંપો ખુમાણ વારેવારે સૂરગની પાસેથી પાણી માગી માગીને પીતો આવે છે.

બહારવટિયાઓ ધાંતરવડી નદીને કાંઠે, મોટે ભળકડે આવી પહોંચ્યા ત્યારે ચાંપે ફરી કહ્યું: “ભાઈ, પાણી દે ને !”

“એલા, આટલું બધું પાણી કેમ પી છો ?"

“અમથો.”

“બાપુ ! ચાંપોભાઈ વારે વારે પાણી માગતો આવે છે !”

“કેમ, ચાંપા ?” હીપાએ પૂછ્યું.

“ઈ તો મારાથી કાલ સાંજે કસુંબો વધુ પડતો લેવાઈ ગયો’તો એટલે.” બોલતાં ચાંપાનો સ્વર તૂટતો આવે છે.

એટલું પૂછતાં તો બાપની નજર ચાંપાના શરીર પર બરાબર પડી,