પૃષ્ઠ:Rasdhar5.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
62
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

જોઈ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આભ ઉપાડતા, તરવારો બાંધીને હાલ્યા જાય છે. એને જિતાશે શી રીતે ! સહુનાં મોં ઝાંખાંઝપટ થઈ ગયાં.

ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી. ચોરે જઈને છૂટે ચોટલે એણે ચસકો કર્યો : “અરે આયરુ ! એ ભાઈ પસાયતાઓ ! કોઈ વાસ નહિ રાખે હો ! અને આજ ગરણિયો ગામતરે ગયેલ છે તે ટાણે ભૂંડા દેખાવું છે ?”

એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગરણિયો ગામતરેથી હાલ્યો આવતો દેખાણો. ખાંભળે ભાલું : ખભામાં ઢાલોત૨ : કેડ્યે તરવાર : અને હાથીના કુંભાથળને માથે જાતી ડાબા માંડે એવી રાંગમા ઘોડી. ઝાંપામાં આવતાં જ એણે પૂછ્યું: “શો ગોકીરો છે, ભાઈ ?”

“ભીમભાઈ, દુશ્મનો ફેરો કરી ગયા.”

“કોણ ?”

“પાલીતાણાના દરબારનો સાળો.”

સાંભળતાં જ ભીમાનાં રૂંવાડાં અવળાં થઈ ગયાં. હાકલ કરી કે “એલા આયરો, ઊભા થાઓ, નીકર કોઈ વાસ નહિ રાખે.”

“અને આયરાણી ! મારી સાંગ લાવ્ય” પાણીની તરસે ગળે કાંચકી બાઝી ગઈ હતી, પણ ભીમે પાણી ન માગ્યું, સાંગ માગી; ઘોડાનું પલાણ ન છાંડ્યું. આયરાણીએ દોટ દીધી, ધણીની દેલિયા સાંગ પડેલી તે ઉપાડીને લાંબી કરી. સાંગ દઈને બાઈ પાછી વળી; માથે મોતીભરેલી ઈંઢોણી મેલીને હેલ્ય ચડાવી, ખંભે સાંબેલું લીધું અને આયરાણીઓને હાકલ કરી. ઘરેઘરમાંથી આયરની વહુ-દીકરીઓ હેલ્યો ને સાંબેલા લઈને નીકળી. રણઘેલડી આયરાણીઓનો હેલારો ચડ્યો.

ગામ હલક્યું. ખંપાળી, કોદાળી કે લાકડી ઉપાડી, રીડિયાચસકા કરતું ટોળું નીસર્યું. મોખરે ભીમો પોતે ઘોડી ઉપર, ને બીજા બધા પાળા : ભીમો એકલો છે, પણ એકે હજારા જેવો દેખાય છે. ઘોડીને આધસોડે લેતો આવે છે. માણસો વાંસે દોડ્યા આવે છે.

આયરાણીઓનો ફેલાવો ગાજતો આવે છે.

સીમાડે માલ દેખાણો. શામળા ભાએ તો ત્રીજી પાંસળીએ તરવાર