પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
76
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

દાનત દેખાઈ આવતી. આણલદે ખિજાઈને કહેતી કે “તો કાંઈ નહિ, બાઈ ! આવી રમતમાં શી મઝા પડે ? સાચુકલો તો તું દોડતો નથી ને !”

“તો તો સવારથી સાંજ સુધીય તારે માથેથી દા નહિ ઊતરે, ખબર છે ?”

માંહી મોતી પડ્યું હોય તોયે વીણી લેવાય, એવાં નિર્મળ શેતલનાં પાણી ખળભળ નાદે ચાલ્યાં જતાં, અને આણલદે ને દેવરો બન્ને ભેખડ ઉપર બેસીને પાણીમાં પગ બોળતાં. બેય જણાંની દસેય આંગળીએ માછલી ટોળે વળતી અને બેમાંથી કોના પગ ઊજળા તે વાતનો વાદ ચાલતો.

“આમ જો, દેવરા, મારા પગ ઊજળા.”

“એમાં શું ? કોઢિયાંના પગ તારાથીયે ઊજળા હોય છે. ઊજળાં એટલાં કોઢિયાં !”

“ના, આયરથી ઊજળાં એટલાં કોઢિયાં.”

“એમ તો આપણા ગામના ગધેડાંય ધોળા હોય છે !”

ઉનાળાના બપોર થતા ત્યારે આંબલી અને વડલાની છાંયડીમાં નદીની લહેરીઓથી દેવરાની આંખો મળી જતી, વાગોળતી ભેંસનાં શરીરનો તકિયો કરીને દેવરો પોઢી જતો અને આણલદે એકલી ઊભી ઊભી ડોબાંનું ધ્યાન રાખતી, કોઈ કોઈ વાર સમળીઓનાં પીંછાં લઈને દેવરાના ઓડિયાંમાં ઊભાં કરતી. કોઈ વાર દેવરાની પછેડીની ફાંટે બાંધેલ બાજરાનો લીલોછમ રોટલો માછલીઓને ખવરાવી દઈ, પછી ભૂખ્યા છોકરાને પોતાના હાથનો ઘડેલો રોટલો ખવરાવવા બેસતી. ખાતો ખાતો દેવરો બોલતો : “અરેરે, આણલદે ! મારી મા બિચારી ગલઢી થઈ ગઈ; એને હાથે હવે તારા જેવા રોટલા થાતા નથી.”

“તો હું તુંને દા'ડી રોટલા ઘડીને લાવી દઈશ.”

“કેટલા દી ? જોજે હો, બોલ્ય પળીશ ને ? ખૂટલ નહિ થા ?”

“હાં ! સમજી ગઈ ! તો તો આ લે !” એમ કહીને આણલદે અંગૂઠો બતાવતી.

સાંજે ખાડું ઘોળીને દેવરો પોતાને નેસડે જાતો ત્યારે જાણી-જોઈને એકાદ પાડરું હાંકવું ભૂલી જાતો. પાછળથી આણલદે પાડરું હાંકીને દેવરાને