પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજ એ કિલ્લાની નદી તરફની આખી દીવાલ મોજૂદ છે. અંદરના ભાગમાંથી ધોબી લોકો છીપરાં કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે. પૂર્વ દિશા પર દીવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે. એ દરવાજાનાં કમાડ પડી ગયાં છે. કમાડ પર છસો ચોમાસાં વરસી ગયાં, પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી બધું છિન્નભિન્ન છે.

[કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહિ પણ કોઇ મુસલમાન સૂબાએ બંધાવ્યો છે, અને 'રાણાનો કોટ' નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો. અને ત્યાં જે કોઇ ખંડેરો દેખાય છે તે રાણાના કોટનાં છે.]

𓅨❀☘𓅨❀☘