પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમશેર ચલાવીને એણે યવનોના દાંત જેરી નાખ્યા. સાત કોસ સુધી સ્થિર પગે એ યુદ્ધમાં મંડાયો. [૧]દુશ્મનનું લશ્કર હણાવા લાગ્યું. એટલે દુશ્મનોએ ગળીનો દોરો મંત્રીને નાખ્યો. ધડ પડ્યું. માથું મૂકીને ધડ છેક ખદડપર ગામ સુધી પહોંચ્યું. પિંડ છોડીને શૂરવીર પોઢી ગયો. તેજમાં તેજ મળી ગયું. ધન્ય છે તને, સોરઠના રણધીર! તું તારા પૂર્વજોના યશ ઉપર પાણી ચડાવ્યું.


𓅨❀☘𓅨❀☘


  1. 1. ગળીનો દોરો મુસલમાનનું ચિહ્‌ન ગણાતું. શુદ્ધ હિન્દુને એનો સ્પર્શ થાય તો એ ભ્રષ્ટ થાય. મોખડાજીનું ધડ પડતું નહોતું તે વખતે કોઈએ પાદશાહને આ ઇલાજ બતાવ્યો હતો.