પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ નાજો ખાચર કેમ જાણે યુદ્ધરૂપી લગ્ન કરતો હોય ! તલવારનાં જાણે તોરણ બંધાયાં. પોતાના અણવર તરીકે એણે કાળા ખુમાણને રાખ્યા અને આખરે મરીને એ વરરાજા નાજો ખાચર અપસ્રાઓની સાથે વર્યો. (ધજવડ=તલવાર)

૧૦

એકલવેણ વૈકુંઠ આયો, લાડરખાન જાનૈયા લાયો,

મોતીરો હરિએ થાળ મંગાયો, વે સખીએ નજરાજ વધાયો.

એકવચની એ શૂરવીર વૈકુંઠમાં જાન જોડીને ગયો. પોતાની સાથે મરેલા શૂરવીર જાનૈયાને લઈ ગયો. સ્વર્ગમાં પ્રભુએ મોતીનો થાળ મંગાવ્યો ને લક્ષ્મીજીએ વરરાજા નાજા ખાચરને પોંખ્યો.


𓅨❀☘𓅨❀☘