પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રૈયત સહુનું પાપ. નીકર રજપૂતને ગામટીંબે કોઇને આવી કમત્ય સૂઝે જ કેમ? પણ હવે આ જોગડા ઢોલીને શું કરવું છે?”

“બાપ ચાંપરાજ !”એના પિતાએબલ વાળો બોલ્યો :” એ ગા વાળે ઇ અરજણ ! વીર હોય ઇ અપસરાને વરે.એમાં નાત્યજાત્ય ન જોવાય. મરજોગડો પે’લો પોંખાતો. જેતપુરને ઝાઝો જશ ચડશે.”

“પણ બાપુ ! ઓલી સોળ વરસની રંભા આજ ભળકડે કાંઇ રોતી’તી ! બહુ જ વહરું રોતી’તી, બાપુ ! એના મનખ્યો ધૂલ મળશે. માટે કહું છું કે જોગડને કોઠાની માલીકોર આજનો દિવસ પૂરી રાખીએ.”

“ઇ તે કેમ બને, ચાંપરાજભાઇ !” બીજા જુવાનોએ કહ્યું : “ એનો તરઘાયો વગડ્યા વિના કાંઇ શૂરાતન થોડું ચડવાનું ? બીજા હાથની ડાંડી પડ્યે કાંઇ માથાં પડે ને ધડ થોડાં લડે ?’

“તો ચાંપરાજ, હું જુક્તિ સુઝાડું.” એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું:

“જોગડાને લઇ જાવ કોઠાને માથે. ત્યાં એનાડિલને દોરડે બાંધી વાળો., હાથ છોટા રાખો ને હથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ વગાડે, ને હેઠે ધીંગાણું ચાલે. પણ મજબૂત બાંધજો. જોજો, તોડાવી ન નાખે !”

“સાચી વાતછે બાપુની,” કહીને જુવાનો અંગ કસવા લાગ્યા. કેસરિયાં લૂગડાંનો ઘટાતોપ બંધાઇ ગયો. પિયાલા જેવી તરવારો સજાઇ ગઇ, ગાઢા કસુંબા ઘોળાવા લાગ્યા અને ‘છેલ્લી વારની અંજળિયું, બાપ !પી લ્યો ! પાઇ લ્યો !’ એવા હાકોટા થયા.

તડકો નમ્યો.સૂરજ ધૂંધળો થવા લાગ્યો. ગગનમાં ડમરી ચડતી દેખાણી.

“જો, ભાઇ જોગડા ! સામે ઊભું એ પાદશાહનું દળકટક. આપણા જણ છે પાંખા. જેતાણું આજ બોળાઇ જાશે. તુંને બાંધ્યો છે તે આટલા સારુ. ભુજાયું તોડી નાખજે. પણ તરઘાયો થોભાવીશ મા ! આ કોઠા સામા જ અમારાં માથાં પડે ને ધડ લડે એવો ઢોલ વગાડ્યે રાખજે !”

શૂરાતને થરક થરક કંપતો જોગડો ઢોલી ચકચૂર આંખે ચાંપરાજની સામે નીરખી રહ્યો. કસકસીને એની કાયા બંધાઇ ગઇ છે.ધ્રૂસાંગ !ધ્રૂસાંગ !