પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચકળવકળ ડોળા ફેરવે, મૂંઝાઅ, અકળાય, આંખ્યું મીંચી જાય, મોચી બીને એનાથી અળગો રહે. ભળકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દલ્લી પહોંચાડાવે.”

ભળકડું ભાંગવ લાગ્યું. ઓળા ઝાંખા થવા લાગ્યા. વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો :”એમ કરતાં, ચાંપરાજ ! છ મહિને શેજાદીનું શરીર સુકાણું. હુરમે ફોસલાવી-પટાવી બેટીને હૈયાની વાત પૂછે. દીકરીએ અંતરની વેદના વર્ણવી. પાદશાહને વિગત પાડી. પાદશાહે શીખવ્યું કે’ બેટી ! આજ પૂછતી આવજે; ક્યું ગામ ? ક્યો રાજા? પોતે કોણ? ને નામ શું ? ‘ એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીન ઘરમાં આળસ મરડીને શેજાદી બેઠી થઇ.પૂછ્યું: છ મહિને સુંદરી બોલી તેથી રાજી થઇનેમોચીએ નામઠામ દીધાં. એ એંધાણે પાદશાહનું કટક ચડ્યું છે. કાલની રાતે આપણે બેય સુરાપરીમાં સંગાથી હશું. ચાંપારાજ ! માટે હું આજ હરખ ભરી ગાઉં છું.”

એ જ વખતે બીજા ઓળાએ જાણે કે જંટિયાં પીંખ્યાં,ચીસો પાડી. અને પરોઢિયાના ફૂટતા તેજમાં બેયનાં અંગ ઓગળી ગયાં.

ભાદર રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખોમાંથી ઝીણાં ઝીણાં આંસુડાં પડતાં હતાં. ચાંપરાજ આઘે આઘે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને સાદ પાડીને બોલતો હતો : “ રો મા, રો મા !હું જોગડાને પહેલો નહિ મરવા દઉં !”

પાઘડીનો આંટો લઇ જાણનાર એકેએક જેતપુરીઓ જુવાન ને ઘરડો રજપૂત ડોઢીમાં હલક્યો છે. શરણાઇઓ સિંધુડાના સેંસાટ ખેંચી રહી છે. અને તરઘાયો ઢોલ ધ્રુસકાવતો જોગડો ઢોલી ઘૂમે છે.જુવાનોની ભુજાઓ ફાટે છે. કેસરિયા રંગનાં રંગાડાં ઊકળે છે.

“ઇ મોચકાને બાંધીને ચીરી નાખો ! ઇ કુકર્મીને જીવતો સળગાવી દ્યો !” દાયરાના જુવાનોએ રીડિયા કર્યાં. પન એ બધાને વારતો ચાંપરાજ ધીરે ગળે કહેવા લાગ્યો: “બાપ ! થવાની હ્તી તે થઇ ગઇ. એમાં મોચીને માર્યે આજ કાંઇ જુદ્ધ અટકશે ? અને ઇ તો ગામ બધાનું પાપ. રાજાને