પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
[ચાંપારાજના માથા ઉપર તો તીર, ગોળી અને ભાલાંઓનો વરસદ વરસતો હતો. તે છતાં એ એભલ વાળાનો દીકરો કોઇ ઓથ લઇને વરસાદમાંથી ઊગરવા મગતો નથી, અર્થાત્ નાસતો નથી]

તું તાળાં આવધ તણી, ચકવત ચૂક્યો ના,
શિયો ય તળાપ સદા, અથર્યો ચૂકે એભાઉત ![4]

[હે એભલ વાળાના પુત્ર ! સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઇને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છે: પણ તું તારાં આયુધોનો એકેય ઘા ન ચૂક્યો.]

એ ઊભા થયેલા ધડને જાને કે છાતીએ નવી આંખો નીકળી. તરવર વીંઝતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું ,ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાથી સુધી હાંકી ગયું. ત્યાં જઇને એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન ચાંપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સિધાવ્યો.

જોગડા ઢોલીનો છગો (પાળિયો)જેતપુરના એ કોઠા પાસે છે ને ચાંપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાંપરાજ તો ખપી ગયો, પણ પાદશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો ?

પતશાહે પતગરીયાં નૈ, પોહપ પાછાં જાય,
ચાંપો છાબાંમાંય, ઊઠે એભલરૌત [5]

[પાદશાહ પાસે પ્રભાતે માલણ ફૂલછાબ લઇને ફૂલો દેવા ગઇ. પદશાહે પૂછ્યું કે ‘શેનાં ફૂલો છે ?’ માલણ કહે કે ‘ચંપો’ ‘અરરર, ચંપો કરતો પાદશાહ ચમકે છે; ‘ચંપો’ ફૂલનું નામ સાંભળતાં પણ એને લાગે છે કે ક્યાંઇક ચાંપો(ચાંપરાજ) છાબડીમાંથી ઊઠશે ! માલણ પુષ્પોની છાબડી લઇ પાછી ચાલી જાય છે.]

“ના, બાપ એભલ વાળા ! એમ હું ઘોડો લેવાનો નથી. ઇ તો ચાંપારાજ વાળો પંડે ભરદાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહિ તો હું આંહીં મારો દેહ પાડીશ. હું મૂવાનાં દાન લઉં કાંઇ ?”

એભલ વાળાની આંખોમાં પાણી આવ્યાં , હસીને બોલ્યો :’ગઢવા, ગાંદો થા મા. ચાંપારાજ તે હવે ક્યાંથી આવે ? મરેલા માનસોને હાથે ક્યાંયવરસાદમાંથી ઊગરવા માગતો નથી, અર્થાત્ નાસતો નથી]