પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાર વરસ વીતી ગયાં. જામે બીજી વાર લગ્ન કર્યાં. નવં રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે.

રાણીએ પૂછ્યું: "દરબાર, ઓતરાદી દ્શ્યેથી દરિયાના પવનની લહેરો આવે છે, રળિયામણા દેખાવો જોવાય; છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે?"

"ત્યાં એક ચારણી બળી મૂઆં છે, એની મના છે."

"કેટલો વખત થયો?"

"બાર વરસ."

હસીને રાણી બોલ્યાં: "ઓહોહોહો! આજ બાર વરસે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય?"

રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો ખારોપાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો.ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો હતો. બરાબર જાંબુડાથી જે કેડો આવતો હતો તે જ કેડો. પણ અત્યારે એ પાણીમાં ડુબેલો હતો. આધે આઘે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી.

જામ લાખાએ રાણીને બોલાવ્યાં. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું:" "જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉઅપર ભડકા બળે; ત્યાં એ ચારણ્ય બળી મરેલી."

પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય, ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોંટી. ઝડ! ઝડ! ઝડ! અંગ આખું સળગી ગયું.રાજા બળીને ખાખ થયો. ચારણોએ ગાયું:

ચાલણ ને કમક તણી, ઓછી મ ગણ્યે આગ!

ટાઢી હોયે તાગ, (તોયે) લાગે લાખણશિયડા! (૪)

હે લાખાજી જામ! ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈને રહ્યો છે.દેખાવમાં ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળિને ખાખ કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ વૃતાંતમાં પણ અબોલ અને ઠડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે. છતાં ત્યાંથી ઊઠીને એ તને વળગી, તને