પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય,
હેમરે જાળીએ કરી શાહજાદી હાથઃ

[કેવી! કેવી એ કટારી! અહો, જાણે અષાઢ માસની વીજળી આકાશમા ઊતરી હોય! અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાઈ ત્યારે એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલને ઝરૂખે બેઠેલી મૃગનયની પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય?]

કરી વાત આખયાત, અણી ભાત ન થે કણી
જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખઃ
શાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા,
ઈસરી નીસરી કે ના તીસરી શી આંખ!

[બીજા કોઈથી ન બને તેવી વાત આજે તેં કરી. ફરી વાર કેવી લાગે છે એ કટારી? જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું નીરખતી હોયઃ પતિની વાટ જોતી હોય! અહો જેસા! એમાંના એકેય જેવી નહિ, પણ એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી.]

𓅨❀☘𓅨❀☘