પૃષ્ઠ:Rasdhar 1.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મજબૂત કર્યું. છેવટે ભેંસોને તબેલામાં આઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું કર્યું.

ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા. ગામને ટીમ્બે પૂછપરછ કરતાં વાવડ મળ્યા કે કે "હા ભાઈ, ચાર જખ્ખર ભેંસો અમારાં... દરબારને ભાદર કાંઠેથી રેઢિયું મળી હતી અને દરબારે ગઢની માંયલીકોર બાંધી છે."

"તયીં હવે ફીકર નહિ.' ચારણો હરખઘેલા બનીને બોલ્યા :" આપણી ભેંસુ કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય."

એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલીએ આવીને ઊભા રહ્યા, અને દરબારની વાટ જોતા બેઠા.

એક પહોર, બીજો પહોર, ત્રીજોપહોર: પણ દરબાર ડોકાણા નહિ. દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે. એક તો પેટ મેલું હતું જ, તેમાં પણ પદખિયાઓએ ધનીને વહાલા થવાને સારુ પાપની શિખામણ દીધી : " ના બાપુ ! એમ ભેંસો દેવાય >? શી કહતરી કે ભેંસુ એનીયું છે?"

બીજે ટૌકો પૂર્યો : વળી આપણે ખવરાવ્યું છે ! ટંકે પોણો પોણો મણ દૂધ કરે છે, દશબાર શેર ઘીની છાશ થાય છે, એને આજ સુધી ખવરાએએને એમ આપી દેવાય કાંઈ ?"

"હા, તો આબરૂ જ જાય ને!"

આવી રીતના ભંભેર્યા દરબાર ભાન ભૂલી ગયા. કહેવરાવી દીધું : " આમ્હી તમારી ભેંસુ નથી, ભાઈ !"

સાંભળી ચારનો શ્વાસ લઈ ગયા. ડુંગર જેવડા નિસાસા નાખ્યા. ભેંસો આંહીં જ પુરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી. વળી દરબાર મોંયે દેખાડતા નથી. નરણે મોઢે ઉપવાસી ઊભેલા ચારણોએ કહેવડાવ્યું: "મામાહીં ભણો, સૂરજ પુત્રો મું કી સંતાડેને બેઠો છે?" (મામાને કહો, સૂર્ય પુત્ર મોં કેમ સંતાડીને બેઠો છે?")

અસલ ચારણ-કાથી વચ્ચે આવો સંબંધ હતો : ચારન ભાણેજ કહેવાય, ને કાઠી મામો કહેવાય. ઘરડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને