પૃષ્ઠ:Rasdhar 1.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરે. પણ આતો ચારે ભેંસો સાથે જ ગઈ - બધી ગઈ ! જેના ઉપર કેટલીયે આશા બાંધેલી તે બધી ગઈ. વળી ભેંસો પણ જેવી તેવી નહોતી.

ચારણ વારણિયાણીએ પોતપોતામ્ના સાગાંઓમાં જઈને વાત કરી. પણ ભોળપ અને નોઇર્દોષ ભાવનાં ભરપૂર આ પરાજિયાં ચારણો : એક તો મનમાં મસ્ત હોય : તેમાં વળી ભેમ્સોનાં ઘાટાં દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાઉ સાંબો કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા : નીકલીએ છીએ ! હા, નીકળીએએ છીએ ! એમ કરતાં કરતાં પંદર દિવસના પરિણાન પછી છ જણ શોધ કરવા નીકળ્યા.

ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી. તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વાળકામાં આવ્યા, પોતાના સગાં ઓળખીતાંને ઘેર રોકાતા ઓકાતા જેતપુર આવી પહોંચ્યાં.

સવારનો પહોર છે. ભાદરના કાંઠા ઉપરના એક ઝરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોઆક માણસનો ડાયરો ભરીને બેઠા છે, કસૂંબા લેવા ગયા છે. શિરામણી કરવા ઊઠવાની તૈયારી છે, એમાં બરાબર ભાદરના કાંઠા ઉઅપ્ર ચારે ભેંસો ભેળાં બન્ને આહીર નીકળ્યા. ઝરૂખા ઉઅપ્રથી દરબારે ભેંસો જોઈ. છેતેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી. ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો. વેચાઉ હોય તો મોંમાંગી કિંમત આપીને પણ એ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી. ત્યાં જઈ, તપાસ કરે, વેચાઉ હોય તો તે પોતાની અપસે લઈ આવવા દરબારે બે માણાસોને કહ્યું. ભાદર તરફની ધઢની ખડકીમાંથી બન્ને જણ નીકળ્યા. આહીરોએ આ આદમીઓને આવતા જોયા. કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયો. 'ચોરનું હૈયું કાચું'એ ન્યાયે કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહિર બીના, ભેંસો મૂકીને ભાગ્યા. એ પ્રમાણે આહીરોને બહગતા જોઈ, ભેંસો ચોરાઉ હશે એમ માની દરબારે તે ભેંસો હામ્કી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો. ભેંસો ગઢની ખડકીએથી ગઢમાં આવી. સૌએ ભેંસો જોઈ. 'ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે' એમ અંદર અંદર વાતો ચાલવા લાગી. દરબારનું મન પલટાણું. પાસે બેઠેલાઓએ કંઈક