પૃષ્ઠ:Rasdhar 1.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બદલે ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોતપોતાના ચરવાને નેખમે (ઠેકાણે) ચાલી જાય છે અને સાંજરે ધરાઇને પાછી પોતાની જાતે નેસ ચાલી આવે છે. ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે.

એક સમે બરાબર મેઘલી અંધારી રાત છે. વાદળાં ઘટાટોપ જામ્યાં છે. ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે. વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે. તે ટાણામાં કોઈ આહીરના બે જુવાન ગીરમાં નીકળેલા છે. દિવસે આ ચારે ભેંસોને તેમણે જોયેલી, નજરમાં આવી ગયેલી. આઉભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મોંમાગ્યો પૈસો મળે એવી આશાએ આહીરોની મતિ બગડી ગઈ. અડધીક રાત ભાંગી ત્યારે ચોર ઝોકે આવ્યા. ચારણ-ચારણિયાણી નેસનું ધ્રાગડિયું કમડા દઈને મીઠી નીંદરમાં જામી ગયાં છે. ઝોકનો ઝાંપો ઉGહાડી આહીરોએ ચારે ભેંસોને હાંકી એકદમ દોડાવવા જ માંડી. જબ્બર આઉભેર થયેલી ભેંસો કેટલીક દોડે ! તોપણ લાકડીના માર માએએ જેટલી ઉગાવળે હાંકી શકાય તેટલી હાંકી. સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા.

સવારે ચારણ જાગ્યો. જોયું તો ઝોક ખાલી પડી છે, ઘડીક તો ધાર્યું કે ઝામ્પો ઉઘાડો રહી ગયો હશે, તેથી ભેંસો ચરવા ચાલી ગઈ હશે, રોટાલો તૈયાર થયો કે છાશ પીને રોજ ભેંશો જતી હતી તે નેખમે ગયો. ત્યાંપણ ભેંસો જોવામાં આવી નહીં. વરસાદ બહુ વરસતો હતો. તેથી બીજી નેખમે ચડી ગઈ હશે, સાંજરે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો. સાંજરે ધણી-ધણિયાણી વાટા જોતાં ઊભાં રહ્યાં, પણ ભેંસો તો આવી નહિ. તાર પછી ખરેખરી ચિંતા થઈ. ફરીને આસપાસ બધા સ્થળો જોઇ આવ્યો, તગીરના ગાળે ગાલે રખડ્યો, પણભેંસોનો પત્તો મળ્યો નહિ.પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો.

ભેંસો ઘણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ ચારને નોખી તારવવી સહેલ નથી. કાચા પોચાથી તો નોખી પડે જ અન્હિ. કદાચ મારે પણ ખરી. કોઈ બહુ હિંમતવાળા બે-ત્રણ જેવી-તેવી ભેંસોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે. ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી જ