પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર :૨

૧૬

નાગાજણના ધડ સામે મરદ હો તો ઝૂઝજે અને તારી જેગમાયા રાણીમાને – મારી બોનને – કહેજે કે ભાઈનું જુદ્ધ જોવા બહાર નીકળે."

એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું જઈ પડયું થાળીમાં લઈને દસેાંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી. દરવાજા બહાર નીકળી ગયો.

અાંહીં નાગાજણનું કબંધ (ધડ) ઊડયું. બે હાથમાં બે સમશેરો લીધી, અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. ઉપર રગતની શેડ્યો ફૂટતી આવે છે: માથે જાણે રાતી કલગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે.

વીર ચાલ્યો, તરવારો વીંઝી, શાલિવાહનના સૈન્યમાં ત્રાટકયો. ઘૂમવા લાગ્યો. શત્રુઓનાં માથાં છેદાવા લાગ્યાં, સૈન્ય ભાગ્યું. રાજા ભાગ્યો, પાછળ કબંધે દોટ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો, ઉગાર નહોતો.

એવી અણીને સમયે સોન રાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી, પાલવ પાથર્યો, તરવાર વીંઝતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતો હોય તેમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે : "બોન, માગી લે."

"વીરા મારા ! તે દી વેણ દીધું'તું કે કાપડાની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારાં શૂરાતન શમાવી લે, ભાઈ !"

શબ્દ સાંભળીને ધડ ટાઢું પડયું. સમશેરો ભોંય પર મેલી ઢળી ગયું.

હજારો લાશો રગદોળાઈ રહી હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા, અને નાગાજણના શબ