પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસ ધાર : ૨

૭૨


ગાયેાને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી.*[૧]

હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા, ભહરિયા, દાંતિયા ને જાંબુડિયા નામનાં ચાર ગામડાં પણ આપેલાં. તે ગામ આજે ઉજજડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયાં છે. હજુયે એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે, અને એ ગામો ઉપરથી મારગેાનાં નામ પણ પડેલાં છે.


  1. * આજે અંગ્રેજ સરકારે એ જગ્યાની સરકારી વીડી બનાવી નાખી છે.