પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૫૨


પ્રતિમા જડશે એ પ્રતિમાનાં દર્શન કરી રોજ જમજે, રથમાં પધરાવીને સાથે લઈ જજે, ને જ્યાં રથ ઊભો રહી જાય, ચસકે નહિ, ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી ફતેહ થશે.'

બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી, ને મૂર્તિ જડી. એ માંડવ-રાજની પ્રતિમાને માતા જોમબાઈ ખેાળામાં લઈને બેઠાં અને સોનાના થાળ સરખી પાંચાળ-ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે, કેવો છે એ પાંચાળ દેશ ?

કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,
નર પટાધર નીપજે, ભેાય દેવકો પાંચાળ. (૧)

એ પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાર ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.

ગૂઢે વસ્તરે ગોરિયાં, પગની પિંડીનો તાલ,
પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ. (૨)

પાંચાળની સ્ત્રીઓમાં વિશેષે કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે, અને દેહનો વર્ણ ગોરો છે. એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે.


એાદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ,
ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ. (૩)

જેવાં રૂપાળાં એ ગોરીઓનાં ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે તેથીયે વધુ રળિયામણાં એનાં નાક અને નેણ છે માથે લાંબા ચોટલા છે.

નરનારી બન્ને ભલાં, કદી ન અાંગણ કાળ,
અાવેલને અાદર કરે, પડ જોવો પાંચાળ. (૪)

અાછાં પાણી વીરડે, ધરતી લાંપડિયાળ,
સ૨ ભર્યા સારસ લવે, પડ જોવો પાંચાળ. (૫)