પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૪૨

અવતાર છે.

બાપુ ગુજર્યાના ખબર પડતાં કમરીબાઈ એ શાદૂલ ધાધલને કહ્યું, “કાઠી, મારા બાપનું ગામતરું છે અને ભાઈ ભેાજના મોઢામાં હજી દૂધિયા દાંત છે ! એને મારા પિતરાઈઓ જીવતે નહિ રહેવા આપે, માટે હાલે, આપણે ઉબરડે જઈને રહીએ.”

ત્યાં તો બહેનને પણ સ્વર્ગોપરનું તેડું આવ્યું; બહેન મરવા સૂતાં પણ જીવ કેમેય જતો નથી. આપા વિસામણે ઢોલિયા પાસે બેસીને પૂછયું : “બહેન, તું તો વરૂવડીને અવતાર : અને જીવ કેમ જાતો નથી ?”

બહેને જવાબ દીધો : “ કાકા, મારા ભેાજનું શું થાશે?”

“કાં માડી ! ભેાજની ફિકર શેની ! એની રખેવાળી કરનારા એના બે કાકા બેઠા છે ને !”

વિસામણ કાકા, ભેાજ મરે તેનો ગરાસ કોને જાય ?”

“એના કાકાને.”

“બસ ! સમજ્યા, બાપ ?”

“સમજ્યો, બેટા ! લે ત્યારે સાંભળ. ભેાજ જે દી મરશે તે દી સ્વર્ગાપરને મારગે ઉબરડાનો એકેએક કરપડો બે ડગલાં ભેાજની મોઢા આગળ માંડશે. માટે, મારા બાપ ! તારા જીવને સદ્‌ગતિ કર.”

કમરીબાઈના પ્રાણ એટલું સાંભળીને છૂટી ગયા. પણ આ બધી વાતો ભેાજ ખાચરના પિતરાઈઓના કાને ગઈ. એ બધાને પગથી માથા સુધી ઝાળ થઈ ભેાજને ટૂંકો જ કરવા એવો મનસૂબો ઘડાયો.

બહેન ગઈ એટલે તે દરબારગઢ ઝાંખો પડી ગયો. વિમાસણ ડોસાએ એારડામાં આવીને જોયું તેા એાળીપો બગડી ગયેલો, ચાકળા-ચંદરવા વીંખાઈ ગયેલા અને માંડયનાં