લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સૌરાષ્ટ્રની ૨સધા૨ : ૨

૧૬૨

હે કાળુ મેરના પુત્ર કાંધલજી, તું ફેાજ ઉપર તૂટી પડયો. અને તારા થોડા ઘોડેસવારથી તેં શત્રુઓને ઘેરી લીધા.

અને સહુથી સરસ તો ભાણેજ એરડો લાગ્યો.

હરમ્યું ઊતરિયું હરખથી, કાંધલને જોવા કોય,
નાઘોરી વર નેાય, અપસર વરીઓ તું એરડા !

કાંધલને જોવા સ્વર્ગમાંથી હુરમો (અપ્સરાએા) ઊતરી, અપ્સરાએાને એમ લાગ્યું કે આ યુદ્ધરૂપી લગ્નમાં નાઘોરીઓ વરરાજા નથી લાગતા, ખરો વરરાજા તેા એરડો લાગે છે; તેથી અપ્સરાઓ એરડાને પરણી.

બુડાધર, બરડા તણી, લંગરી વધારી લાજ,
કાંધલ આડો કમાડ, આંબો થિયો તું એરડા !

હે એરડા, તેં તો બરડા પ્રદેશની કીર્તિ વધારી, તારા મામા કાંધલજીની આડે તેં કમાડરૂપ બનીને રક્ષણ કર્યું.

અત્યારે કાંધલજીનું માથું વણથળીના દરબારગઢમાં પૂજાય છે, અને ધડની ખાંભી સીમાડે પૂજાય છે. રા'એ કાંધલજીના માથામાં ઉબેણ નદીને કાંઠે જમીન આપી હતી, તે જમીન અત્યારે નાઘોરીનો વંશજ કોઈ મુંજાવર ભોગવે છે.

કાંધલજીના વંશજોએ દર વિવાહે એક કોરી (પાવલું ) કર નાઘેારીના વંશજોને બાંધી આપેલો છે, ને પોરની સાલ સુધી એક ફકીર કાંધલજીના વંશજો ઓડદરિયા મેરો પાસેથી પાવલું પાવલું કર ઉઘરાવી ગયો છે.

એ ધીંગાણા પછી નાઘેારીઓ અને મેરો બન્ને “લોહી- ભાઈઓ ” કહેવાય છે. કાંધલજીના વંશજો હજુ ફટાણામાં છે, ને તેનું ફળિયું તે 'જીફળિયું' ( કાંધલ અધ્યાહાર ) કહેવાય છે.