પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધાર : ૨

૧૪૮

એ એની છાતી પણ પિગળાવી. પોતાના ભાણેજને બોલાવીને એણે પોતાનો ઘેાડો મંગાવ્યો. વિસામણ કરપડાને ઘોડે બેસાડી લગામ ભાણેજના હાથમાં સોંપી. જ્યાં સવાર પડે ત્યાં કરપડાને નીચે ઉતારી તાબડતોબ પાછા આવવાની ભાણેજને ભલામણ કરી.

"કાકા, જોજો હો, મારાં છોકરાં ન રઝળાવતા.”

"હો બાપ !”

વિસામણ કરપડો ચાલ્યો. સવાર પડયું એટલે ડોસાને નીચે ઉતારીને ઘોડો પાછો વળી નીકળ્યો. પણ હજી તો ઉબરડું ક્યાંય આઘું રહ્યું. એંશી વરસનો ડોસો આજ આફતના ખબર સાંભળીને જ અરધો તો મરી ગયો છે, ફડકો પડવાથી એની કેડ ભાંગી ગઈ છે. વળી ઉપર ભાલું, તરવાર અને અફીણના ખડિયાનો ભાર છે. હાલતો જાય છે, નિસાસો નાખતો જાય છે, ને ઘડી ઘડી પોરો ખાતો જાય છે.

વચમાં સુંદરી ગામ આવ્યું. સુંદરીમાં પોતાનો એાળખીતો એક ચારણ રહેતો હતો. ચારણને એણે ખૂબ ખવરાવેલું. ત્યાં એ ઘેાડું માગવા ગયો. ચારણે ઘોડું તો ન દીધું, પણ ઉલટે જાકારો દીધો. દુ:ખી કાઠી ચાલી નીકળ્યો.

રસ્તામાં એક વાણિયો ને એક ગરાસિયો મળ્યા. વાણિયાની રાંગમાં ગરાસિયાની ઘોડી રમતી આવતી હતી. ગરાસિયે કહ્યું :

“ અરે વિસામણ કાકા ! આમ પગપાળા કાં ?”

“ બાપ, ઘેાડી મને પાડીને ભાગી ગઈ મને વાગ્યું છે. ચલાતું નથી. સામે ગામ પહોંચાય તો ઘેાડું લઈ લઉં.”

ઘોડી ગરાસિયાની હતી. ગરાસિયો કહે : “શેઠ, ઊતરો; કાકાને સામે ગામ પહોંચાડવા પડશે.”

ઘોડી ઉપર રાંગ વાળીને વિસામણે ઘોડીના ડેબામાં એડી મારી ઘોડી ચાલી નીકળી. રજપૂતનું મેાં ફાટયું રહ્યું; એ