પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
25

દિલાવર સંસ્કાર [ પ્રવેશક ]

વસ્યા છે, દ્વારિકાધીશને એણે દાદવાના દિલાવર પણામાં દેખ્યાં. અંતર ફાટવા લાગ્યું : લાખ લાખ રૂપિયાનાં મોતી જેવા દુહાઓની માળા રચી મુસલમાનને પહેરાવી, જાતિભેદને આવા જોડા માર્યા –

ચોખાં જેનાં ચિત્ત, (એનાં) વરણ કાંઉ વચારીએ
પ્રહલાદેય પવિત્ર, (મ૨) દાવણ હૂતો દાદવા !

[હે દાદવા ! જેનાં અંતર ચોખ્ખાં છે, એની જાતભાત શા માટે જોવી ! પ્રહ્‌લાદ પણ જાતનો તો દાનવ હતો છતાં કેવો પવિત્ર હતો !]


વરણ ન કવરણ હોય, (મર) કવરણ ઘર ઊઝર્યો કરણ,
કોયલ કસદ ન હોય, (મ૨)દસદે પાળી દાદવા !

[એ દાદવા ! તું મુસલમાનને ઘેર અવતર્યો એમાં શું થયું ? કર્ણ ક્યાં દાસીને ત્યાં નહોતો ઊછર્યો ? અને કોયલનાં બચ્ચાં પણ બેસૂર એવા કાગડાના માળામાં પોષાય છે, તોયે એનો સૂર બગડે છે કદી ?]

ધર્મઝનૂનનાં વિષ નીતરી જાય, તેવાં આ ભૂમિનાં તત્ત્વો હતાં. એવી ઘટનાઓને સંઘરી લેનાર અને પોતાના જીવનમાં વણી લેનાર સોરઠી પ્રજા પણ હિન્દુત્વનું સાચું દિલાવરપણું સમજતી હતી. સોરઠનો એવો ઉદાર સંસ્કાર એક મહિમાશાળી સાહિત્યનું પ્રેરણાબાળ કાં બની શકે ?

મરદાનગીના કરાર

પણ ત્યારે શું સોરઠી ઈતિહાસમાં આ હિન્દુ-મુસ્લિમ સ્નેહભાવનાની બીજી બાજુ નથી ? હા, ચોક્કસ એ પણ છે. હિંદના બીજા પ્રાંતના લોકસાહિત્યની માફક અહીંનું લોકસાહિત્ય પણ હિન્દુ કાઠિયાવાડણોનાં મુસલમાનોએ કરેલાં અપહરણોની કથાઓ નેાંધી ગયું છે. અપ્સરાશી આહીરાણી જાહલને સિંધના સુમરા રાજાએ ઝાલી, જોબનવંતી જીવણાંબાઈ ચારણીને સરધારના શેખની મેડીએ ચડવું પડ્યું, અને પાંચાળમાંથી આણું વાળીને ચાલી આવતી કોડભરી કાઠિયાણીને સમીસાંજે ભીમડાદને ખોખરો શેખ રાત રોકવા આડો