પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

28

છાબડાં જો આજ સુધી બરાબર તોળાઈ રહ્યાં હોય, મુસ્લિમોની સલ્તનતો આવીઆવીને ચાલી ગઈ ત્યાં સુધીમાં અહીં એ છાબડાં જો ઊંચાંનીચાં ન થયાં હોય, આંહી મંદિરો પર મસ્જિદો ચણાયાના કે મસ્જિદોના મિનારાઓ જમીનદોસ્ત થયાના કિસ્સાઓ જે ઓછા બન્યા હોય, તો તે બધું એ ઉદાર જાતિભાવનાની સાથો સાથ આ મરદાનગીની શર્તને પણ આભારી સમજવું.

એ સંસ્કૃતિનાં ઝરણાં એ ધરતીનાં પડ તળે વહી રહ્યાં છે. ભક્તિમાં રંગાયેલા ઘણા ય મુસ્લિમ ભજનિકો પોતાની મંડળી જમાવી જમાવીને અખંડ રાત્રિભર રાધાકૃષ્ણનાં, રામસીતાનાં, અને શુદ્ધ હિન્દુત્વની ભાવનાની ભરપૂર ભજનોની ઝૂક મચાવે છે. એવી જ જમાવટ ગામડાની ઇસ્લામી સ્ત્રીઓમાં પણ માલૂમ પડે છે. એનાં જાગરણ ભલે ઈદ કે રોજાનાં હોય, છતાં એના રાસડા તે એના એ જ. આપણાં જ દેવ-પુરુષો અને દેવ-નારીએાનાં નામ એનાં ગાણાંમાં ગવાઈ રહ્યાં છે. મરજી પડે ત્યારે વળી એના એ જ રાસડામાં કોઈ ઈસ્લામી સિદ્ધોનાં નામ પણ લલકારાય છે.

શિયળની ભાવના

જીવનની ફિલસૂફીને જેમ સોરઠી પ્રજાએ આ જાતિભાવનામાં અને ધર્મભાવનામાં રેડી દીધી, તેમ મૃત્યુની ફિલસૂફી પણ તેઓની પાસે એમની પોતાની હતી. એક રાજાની નજર લગાડી કૂડી થતાં તોતે કામબાઈ પોતાનાં થાનેલાં વાઢી આપે અને પોતાના વૃદ્ધ સ્વામીનું મહેણું વાગતાં યુવાન કાઠિયાણી કમરીબાઈ પોતાના દાંત પડાવી નાખે, એ વસ્તુઓ આજની જનતાને ન સમજાય તેવી તો નથી જ.

એ બધાં સાહસોની વિલક્ષણતા સમજવા માટે આપણે એ જમાનાના મનુષ્યોનાં દૃષ્ટિબિંદુ (“આઉટલુક”) સમજવાં જોઈએ. લાઠીના ઠાકરસાહેબ સ્વ. કલાપીનાં માતુશ્રીને માટે કહેવાતી એક કથા છે. એ મોટી વયનાં રજપૂતાણી એક વાર ઓરડામાં બેઠાં છે. પોતાના સગા ભાઈ મળવા આવેલા છે. વાત ચાલે છે. અચાનક એ રાણીના ઘેરદાર લેંઘા નીચે થઈને સાથળ ઉપર સાપ ચઢ્યો. સર્પે ડોકું ઊંચું કર્યું ત્યારે રજપૂતાણીને