પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
27

દિલાવર સંસ્કાર [પ્રવેશક]

પછી –

આડો આવ્યો રે સોનલ કાકાનો દેશ જો,
કાકાનો દેશ જો;
સોનલે જાણ્યું જો કાકો છોડાવશે.
કાકે દીધાં રે સોનલ કાળુડાં ખાડું જો,
કાળુડાં ખાડું જો;
તોય ન છૂટી, સોનલ ગરાસણી.

આગળ ચાલતાં –

આડો આવ્યો રે સોનલ વીરાનો દેશ જો,
વીરાનો દેશ જો;
સોનલે જાણ્યું કે વીરો છોડાવશે.
વીરે દીધાં રે સોનલ ધમળાં વછેરા જો,
ધમળાં વછેરાં જો;
તો ય ન છૂટી, સોનલ ગરાસણી.

પણ જયારે એના દાદાએ લૂંટારાએાને દીધેલાં 'ધેાળુડાં ધણ' (ગાયો), કાકાએ દીધેલાં 'કાળુડાં ખાડું' (ભેંસો)ને વીરાએ દીધેલાં 'ધમળાં વછેરાં' ફોગટ ગયાં, ત્યારે પછી –

આડો આવ્યો રે સોનલ સ્વામીનો દેશ જો;
સ્વામીનો દેશ જો;
સોનલે જાણ્યુ જે સ્વામી છોડાવશે !

અને સ્વામીએ શું દીધું ?

સ્વામી એ દીધી રે એના માથા કેરી મોળ્યું જો;
માથા કેરી મોળ્યું જો;
ધમકે છૂટી સોનલ ગરાસણી.

સ્વામીએ દુશ્મનોની સામે સમશેર ચલાવીને પોતાનું લીલું માથું હોડમાં મૂક્યું, ત્યારે સોનલ તરડાના હાથમાંથી કેવી તાબડતોબ છૂટી !

આવી જાતના મરદાનગીના કરાર ઉપર જ સોરઠી હિન્દુ-મુસ્લિમોની સમભાવનાના અણલખ્યા દસ્તાવેજો થયેલા હતા. ઉદાર ધર્મસહિષ્ણુતા એકલી જ કાંઈ નહોતી ચાલી શકી. આ બે સોરઠી કોમોનાં બળનાં