પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૬

કાઠી પોતાનાં દોઢસો ઘોડાં લઈને ગોંડળની સીમમાં ત્રાટક્યો અને એણે પહરમાંથી પરબારાં ઢોર વાળ્યાં.

ભા' કુંભાનો પગાર ખાનાર બીજા રજપૂત બહાર નીકળે-ન-નીકળે ત્યાં તો કલોજી પોતાના બે રજપૂતોની સાથે ચડી નીકળ્યો. દોઢસો કાઠીએાએ પોતાની પાછળ ડાબલા ગાજતા સાંભળ્યા, પણ પાછળ નજર કરતાં ત્રણ અસવારો દેખ્યા. કંડોલિયાને પાદર કલાજીએ ઘેાડાં ભેળાં કરી દીધાં. આપાઓ એકબીજાને કહેવા માંડ્યા કે 'એ બા, ઈ તો, ભણેં વષ્ટિ કરવા આવતા સે, વષ્ટિ કરવા.' સહુને વિશ્વાસ બેઠો. ત્યાં તે રજપૂતો આંબી ગયા.

“આપાઓ ! આમાં હાદો ખુમાણ કોને કહીએ ?”

“ એ, ભણેં, મોઢા આગળ હાલ્યા જાવ – મોઢા આગળ એ... ઓલ્યા બાવળા ઘોડાનો અસવાર : માથે સોનેરી છેડાનો મેકર બાંધ્યો : સોનાની કુંડળ્યે ભાલો અને સોનાને કૂબે ઢાલ : ઈજ આપો હાદો. ભણેં, બા, મારગ દ્યો, મારગ ! રજપૂતના દીકરા વષ્ટિ કરવા આવતા સેં, મારગ દ્યો.”

પોણેાસો પોણોસો ઘેાડાં નોખાં પડી ગયાં, વચ્ચે થઈને ત્રણ રજપૂતો આગળ વધ્યા.

જે ઘડીએ આ ત્રણે ઘોડેસવાર હાદા ખુમાણની નજીક ગયા, તે ઘડીએ હાદા ખુમાણે જુવાનોની આંખ પારખી : એ આંખમાં વષ્ટિ નહોતી, વેર હતું. હાદા ખુમાણે ઘોડો. દાબ્યો. કલોજી વાંસે થયો; પણ કલોજી આંબે નહિ. એણે પોતાની ઘોડીના તરિંગમાં બરછી ભરાવી. ઘોડી જાગી ગઈ. હાદા ખુમાણની સાથે ભેટભેટા કરાવી દીધા. કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઊભા થઈને એણે તલવાર ઝીંકી. હાદો ખુમાણ તો ઘોડાના પેટ નીચે નમી ગયો,