પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭

કલોજી લૂણસરિયો

પણ તલવારે ઘોડાની ઉપરનો ચોફાળ, એાછાડ અને કાઠાંનાં પાઠાં : એ બધું કાપીને ઘોડાના બે કટકા કરી નાખ્યા – નોખા નોખા બે કટકા !

હાદો ખુમાણ કૂદીને આઘે ઊભો. જ્યાં નજર કરે ત્યાં ઘોડે તો ગુડાઈ ગયો દીઠો, પણ કલોજીની આંખનાં બેય રત્નોને બહાર લબડી પડેલાં જોયાં. 'વાહ જુવાન ! રંગ જુવાન !' એવા ભલકારા દેતા દેતા હાદા ખુમાણ પોતાનો તરફાળ લઈને કલાજીને પવન ઢોળવા લાગ્યા. ત્યાં દોઢસો કાઠીઓ આંબી ગયા. કાઠીઓ કહેવા લાગ્યા કે “ભણે, આપા હાદા, ઈ ને ગુડુ નાખ્ય, ગુડુ નાખ્ય. દુશમનને આવાં લાડ કોણ સાટુ લડાવતો સે?”

હાદો ખુમાણ બેાલ્યા કે “ખબરદાર, એને કોઈ હાથ અડાડશો મા. દોઢસો કાઠીની વચ્ચે ત્રાટકી જેણે એક ઝાટકે મારો ગાડા જેવા ઘોડો વાઢી નાખ્યો, એને મારવાનો હોય નહિ, આમ જુઓ નિમકહલાલી : આંખનાં બે રતન બહાર નીકળી પડ્યાં છે.”

કાઠીઓ જોઈને દિંગ થઈ ગયા.

ત્યાં ગોંડળની વાર દેખાણી. ભાલાં 'સમ વરળક ! સમ વરળક !' કરતાં ઝબૂક્યાં. કલાજીને મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા. પણ ત્યારથી આજ સુધીયે, ખુમાણોના ડાયરામાં કસૂંબા લેવાય છે ત્યારે ત્યારે ડાહ્યા કાઠીઓ 'રંગ છે કલા લૂણસરિયાને!” એમ કહીને કસૂંબો લે છે.

ગોંડળ દરબારે કોઈ હકીમની પાસે કલાજીની આંખેા ચડાવરાવી, અને મોટી જાગીર આપીને એની ચાકરી નેાંધી.

ધંધુકા ગામમાં તે વખતે મીરાં અને દાદો નામના બે બળિયા મુસલમાનો રહે. બેય ભાઈઓ કાઠિયાવાડમાં