પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૮

ઘોડાં ફેરવે અને પૈસા આપે તેના પક્ષમાં રહી ધીંગાણાં કરે. મીરાં અને દાદો આજ પણ સૌરાષ્ટ્રના શૂરાઓ તરીકે પ્રખ્યાત છે. એક દિવસ મીરાંને ખબર પડી કે કલોજી લૂણસરિયો ધંધુકાને પાદર થઈને જાય છે. મીરાંએ સાદ કર્યો કે “અરે કલેાજી ધંધુકાને પાદરેથી પરબારા જાય ? દોડો, એને પાછો વાળો.”

નાનો ભાઈ દાદો માથામાં ખૂબ ખુમારી રાખીને ફરતો. એ બોલ્યો કે “ભાઈ, કલોજી તે એવો કયો હેતનો કટકો કે ઊલટો તું એને બોલાવવા માણસ દોડાવછ ?”

“દાદા, એ શૂરવીર છે; એને રામ રામ કર્યે પાપ ટળે."

કલોજી આવ્યો. મીરાંજી એને બથમાં ઘાલીને મળ્યા. પણ દાદાએ મેાંએથી આવકાર પણ ન દીધો. કલેાજીની બહુ સરભરા થવા માંડી, એ દેખીને દાદાને વસમું લાગ્યું. કલોજીને અપમાન લાગે તેવાં વેણ દાદાએ કાઢ્યાં, મીરાં બોલ્યો કે, “દાદા, આજ એ આપણો મહેમાન છે, નીકર આંહીં જ તને એના બળનું પારખું થાત. પણ તારા મનમાં ખુમારી રહી જતી હોય તો એક વાર લૂણસર જાજે.”

કલોજી હસીને બોલ્યો : “હાં હાં, મીરાંજીભાઈ ! દાદો તો બાળક કહેવાય. મારા મનમાં એનો કાંઈ ધેાખો નથી. અને દાદા, તું ખુશીથી લૂણસર આવજે ! હુંય મારા ગજા પ્રમાણે પાણીનો કળશો લઈ પાદર ઊભો રહીશ.”

કલોજી લૂણસર ગયો, પણ દાદાથી ન રહેવાયું. એને તો લુણસર જોવું હતું. એક દિવસ પોતાના સવારો લઈને બેય ભાઈ ચાલી નીકળ્યા. લુણસરને પાદર ઊભા રહીને કલોજીને ખબર આપ્યા કે દાદા ધીંગાણા માટે આવીને વાટ જુએ છે. કલોજીની આંખો દુઃખતી હતી. આંખેામાં