પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૨૬

લાગી. આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવીને એને 'આઈ !' કહી પૂછપરછ કરવા લાગ્યા. કોઈ એને હસીને તો બોલાવે જ નહિ ને ! સહુનાં મોઢાં 'આઈ' બેાલતાં જ ભારેખમ બની જાય. એને લાડ કોણ લડાવે ? એને કોણ વહેલાં વહેલાં રાત્રિએ એારડે મોકલે? એને માથે મીંડલા લઈ, સેંથે હિંગળો પૂરી, પાટીએ સુગંધી સોંધો ચોપડી, કપાળે ટીલડી ચોડી, ગાલે સોંધાની નાનકડી ટપકી કરી અને નેણને સાંધે ભરી કમાન જેવાં કરી દઈને બથમાં લેનાર નણંદ, સાસુ કે તેવતેવડી સહિયર ત્યાં કોણ હોય ? હોય તો ખરાં, પણ 'આઈ'ને એવું થાય? આઠે પહોર અને આઠે ઘડી એ બાપડાં તો આઈ આઈ ને બસ આઈ !

કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યાં. કસૂંબલ, ભાતીગળ અને સુગંધી લૂગડાં ઉતારીને એણે ગૂઢાં વસ્ત્રો ધારણ કરી લીધાં. 'કપાળની તાંત, કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અરઘે? હું તો આઈ કહેવાઉં !” – એમ બેાલીને એણે બધાય શણગાર અળગા કર્યા. ફક્ત સૌભાગ્યનાં જ એંધાણ રાખ્યાં.

કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી. બોખાં બોખાં સ્ત્રીપુરુષો જ્યારે 'આઈ' કહીને એની સાથે વાતા કરતાં, ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતાં. દાડમકળી જેવા બત્રીસ દાંતની એને ભોંઠપ આવતી. સમજણાં થયાં ત્યારથી જ દાંતને એણે પ્રેમથી સાચવેલા હતા. એમાંય પરણવું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગે રંગ્યા હતા. મહેનત લઈને મોઢું રુડું બનાવ્યું હતું.

"બીજા શણગાર તેા ઉતાર્યા, પણ આ રોયા દાંતનું