પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩

હનુભાઈ

“કુંવર, પછી કહું. પ્રથમ છાશું પીવા ઊતરો.”

“ગઢવા, અટાણે – મોતને ટાણે ?”

“પણ તમારે તે માલનું કામ છે કે બસ બાધવાની જ મરજી થઈ છે ?"

“કાં ?"

વીકાભાઈએ વાત કરી : “અહીંથી જ ગોવાળિયા નીકળ્યા હતા; કહીને ગયા કે પડખેના નેરામાં અમે છાશું પીવા બેસીએ છીએ. જો બીજો કોઈ માટી થઈને આવતો હોય તો તો આવવા દેજો, પણ કુંવર હોય તો રોકીને કહેવરાવજો એટલે એકેએક કાન ગણીને આપી દેશું. અમે આજ ન કરવાનો કામો કરી બેઠા છીએ; પણ શું કરીએ ? મહારાજ આગળ જીભ કચરી છે. "

“બસ ત્યારે !” કુંવર બેાલ્યા, “મારા હાથ ક્યાં અમથા અમથા ખાજવે છે ? બાકી, મારા ભાઈયુંને માથે હાથ પડે એટલે તો મારે મરવું જ જોવે ને, વીકાભાઈ!”

હનુભાઈ છાશું પીવા રોકાયા. જ્યાં કસૂંબો લિયે છે ત્યાં પાછળથી વાવડ સાંભળીને એમના ભાઈ ફતેસંગ ફોજ લઈને આવી પહોંચ્યા. એણે જોયું તો કુંવર વીકાભાઈની સાથે શાંતિથી કસૂંબો ઘેાળે છે ! ફતેસંગ ન રહી શક્યા. એણે ત્રાડ નાખી : “એ કુંવર ! અટાણેય કસૂંબાનો સવાદ રહી ગયો કે? આ ચારણ તને ગોવાળિયા ભેળો નહિ થાવા આપે ! હું જાણું છું.” એમ કહીને એણે તો ઘોડાં વાજોવાજ મારી મૂક્યાં. હનુભાઈએ સાદ કર્યો:

“એ ભાઈ ! ઊભો રહે, જરા સમજી લે ! હું આવું છું.”

પણ ફતેસંગ તો ભડભડતી આગ જેવો ચાલ્યો ગયો.[૧]


  1. * કેટલાક એમ કહે છે કે, આથી ઊલટું, ફતેસંગના વાર્યા હનુભાઈ જ નહેાતા રહ્યા.