પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
પિંજરાનાં પંખી

સં. ૧૯૬૭ના અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી*[૧] તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જયારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે :

જેઠો મોવડ જુગ માં જીત્યા, કરમાબાઈ કુળનો દીવો.
એ ધણી-ધણિયાણીનું ગામ રાણાગામ :
રાણાગામ ઋષિનો ટીંબો, કરમાબાઈ કુળનો દીવો,

મનાય છે કે આજ જયાં એ ગામ છે, ત્યાં જ અસલના જુગમાં જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો, અને એ જ રેણુકા નદીનાં ગંગાજળિયાં નીરને ઋષિનાં અધાઁગિની રેણુકા માતા લૂગડે બાંધી બાંધીને પર્ણકુટિમાં ઉપાડી લાવતાં હતાં. માણસો વાતો કરે છે કે જેઠા મોવડ અને કરમાબાઈ એ તપિયાંનાં અવતારી હતાં.

જાતનાં એ તુંબેલ ચારણ હતાં. જેઠાની અવસ્થા પચીસેક વરસની હશે, અને બાઈ પણ વીસેક વરસનાં હશે. બેય જણાંની ભરજુવાની ચાલી જતી હતી. દેવતાઈ તો એમનાં રૂપ હતાં. બેયની મુખમુદ્રામાંથી સામસામી જાણે પ્રીતની ધારાઓ છૂટતી હતી. ઘડીક વાર નેાખાં પડે તો પાણી વિનાનાં માછલાંની જેમ તરફડવા માંડે, એકબીજાની

સામ નજર નોંધે ત્યાં તો રૂંવાડે રૂંવાડું જાણું હસીને બેઠું


  1. * જામનગર અને દ્વારકા વચ્ચેનો જામનગર તાબાનો પ્રદેશ.
૨૧૫