૪૫. અખિલ ભારતીય હિંદુસ્તાની પ્રચાર સંમેલન [ અખિલ ભારતીય હિંદુસ્તાની પ્રચાર સમેલન-ત્રા ( તા. ૨૬:૨૭-૨-૪૫) ના પ્રમુખપદેથી ગાંધીજીએ આપેલાં ત્રણ વ્યાખ્યાના ૧ સામવાર તા. ૨૬-૨-૪પ મૌનવાર હેાવાથી ગાંધીજીએ સ’મેલનને લખીને કરેલા પ્રાસ્તાવિક નિવેદનમાંથી : મુખ્ય અધ્યાપક શ્રીમન્નારાયણના આમંત્રણથી આપ સૌ અહીં એકઠા થયાં છે, તેથી મને ખુશી થાય છે. ડૉ. અબ્દુલ હક સાહેથ્યુ આજ જ આવવાના હતા; ઉમેદ છે કે કાલે જરૂર આવી પહોંચશે. તેમની મદદ આ હિંદુસ્તાની પ્રચાર સભા તરફ હું લેવા ચાહું છું. એમ જ શ્રી. ટંડનજી આવ- વાના હતા, અને તે આવશે તેથી હું રાજી થયા હતા. ભાઈ શ્રીમન્નારાયણે એમને તાર પણ કર્યાં હતા. પણ તે બીમાર પડી ગયા અને તે કારણથી નથી આવી શકતા, એથી દુઃખ થાય છે. આપણે આશા રાખીએ કે તેઓ જલદી સાજા થઈ જાય. આપની સામે જે કામ છે તે એક રીતે જાતાં નાનું છે અને જી રીતે જોતાં તેવું જ મોટું છે. આપણે જે કરવાનું છે તે નાનું છે, પરંતુ તેના પરિણામને હિંસામે તે બહુ જ મોટું છે. ડૉ. તારાચંદ આપણને કહે છે કે, આજ જે ભાષાને આપણે અનેક નામોથી કહીએ છીએ તે મૂળમાં એક જ ભાષા હતી, કે જે ઉત્તરમાં હિંદુ મુસલમાન ખેલતા હતા. દુ:ખ છે કે, જે એક હતા તે મે થઈ ગયા, અને તેમની ભાષા પણ એ જેવી થઈ ગઈ છે કે થતી જાય છે--હિંદી અને ઉર્દૂ. ટંડનજીની મહેનતથી, કાનપુરમાં કોંગ્રેસે બેઉ એલી શકે એવી ભાષાને હિંદુસ્તાની ’ નામ આપ્યું અને લિપિ એ રાખી નાગરી અને ઉર્દૂ, પરંતુ તે ઠરાવ પ્રમાણે કોંગ્રેસ કામ કરી શકી નહિ. એ કામને, સ્વ૦ જમનાલાલજીના પ્રયાસથી, આ સભાએ ઈ. સ. ૧૯૪૨માં ઉપાડી તો લીધું. પણ એ તે ચાલ્યા ગયા. ૧૯૪૨માં કૅૉંગ્રેસના નેતાઓ અને અડા ગિરફતાર થઈ ગયા. તેમાં હું પણ હતા. માંદગીને કારણે હું છૂટયો, ખીમારીમાં પણ મેં ભાઈ નાણાવટીનું હિંદુસ્તાની બાબતનું કામ જોયું, તેથી મને ખુશી થઈ, અને મને લાગ્યું કે એ કામમાં સફળતા મળી શકે છે, જે એક ભાષા
પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૩૨
Appearance