પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદી સાહિત્ય સંમેલન

હિન્દી સાહિત્ય સર્મેશન એવી બીજી ક્રાઈ ભાષા નથી. હિન્દી-ઉર્દૂ ભાષાને ઝઘધે છોડી દેવાથી ભાષાના પ્રશ્ન સરળ થઈ જાય છે. હિન્દુઓને થાડાધણા ફારસી શબ્દો જાણવા પડશે; ઇસ્લામી ભાઈઓને સંસ્કૃત શબ્દનું જ્ઞાન સંપાદન કરવું પડશે, આવી રીતે લેણુદેણ પેથી, હિન્દી ભાષાનું બળ વધી જશે, અને હિન્દુ મુસલમાનોની એકતા કરવા વાસ્તે આપણા હાથમાં એક મોટું સાધન આવી પડશે. અંગ્રેજી ભાષાના મેહુ દૂર કરવા માટે, આટલા વધારે પરિશ્રમ કરવો પડશે કે, આપણે હિન્દી-ઉર્દૂના ઝઘડા ન ઉઠ્ઠાવવા. લિપિની તકરાર પણ આપણે ટાવવી ન જોઈ એ. હિન્દી–ઉર્દૂ રાષ્ટ્રીય ભાષા થવી જોઈએ એ વાતનો માત્ર સ્વીકાર કર્યો થી આપણા મનાથ સિદ્ધ નહિ થઈ શકે. તો, સિદ્ધિ કયા પ્રકારે મળી શકે? જે વિદ્વાનોએ આ મંડપને દીપાવ્યા છે, તે પણ પોતાના વ્યાખ્યાનમાં આપણને આ વિષયમાં જરૂર કંઈક સભળાવશે. હું તો કેવળ ભાષાના પ્રચાર વિષે કંઈક કહીશ. ભાષાના પ્રચાર કરવા વાસ્તે હિન્દીના શિક્ષક હોવા જોઈએ. હિન્દી શીખવા ઇચ્છનાર ખમાળી વાસ્તે મેં એક નાનકડું પુસ્તક ભગભાષામાં જોયું છે. તેવું જ એક પુસ્તક મરાઠીમાં છે. બીજી ભાષા મેલનાર માટે આવાં પુરતા મારા જોવામાં નથી આવ્યાં. આ કામ કરવું જેટલું સહેલું છે તેટલું જ તે આવશ્યક છે. મને ઉમેદ છે કે, આ સમેલન આ કાર્યને શીઘ્રતાથી હાથ ધરશે. આવાં પુસ્તકા વિદ્વાન અને અનુભવી લેખકે પાસે તૈયાર કરાવવાં જોઈ એ. સૌથી વધારે કષ્ટદાયક મામલે દ્રાવિડ ભાષાઓના સબંધમાં છે. તે વિષે તે જરાયે પ્રયત્ન કરવામાં નથી આવ્યો. હિન્દી ભાષાના શિક્ષા તૈયાર કરવા જેઈ એ. આવા શિક્ષકા બહુ જ થાડા છે. આવા એક શિક્ષક પ્રયાગથી આપણા લોકપ્રિય મંત્રી ભાઈ પુરુષોત્તમદાસજી ટંડન મારફત મને મળ્યા છે. હિન્દી ભાષાનું એક પણ સંપૂર્ણ વ્યાકરણ મારા જોવામાં નથી આવ્યું. જે છે તે અંગ્રેજીમાં વિલાયતી પાદરીએ બનાવેલાં હાય છે. આવું એક વ્યાકરણ ડૉ. કલાગે રચેલું છે, સંશોધન કરી તૈયાર કર્યું છે. હિન્દની અન્યાન્ય ભાષાઓના મુકાબલા કરનારાં વ્યાકરણા આપણી ભાષામાં હોવાં જોઈ એ. હિન્દીના પ્રેમી વિદ્વાનોને મારી નમ્ર વિનંતિ છે કે આ ખોટ પૂરી પાડે. આપણી રાષ્ટ્રીય સભાઓમાં હિન્દી ભાષાનો ઉપયોગ થવા જોઈએ. કૉંગ્રેસના કાર્ય કર્તા અને પ્રતિનિધિ દ્વારા આ પ્રયત્ન થવો જોઈએ. મારો અભિપ્રાય છે કે, આ સમેલન આગામી ફૅગ્રેિસના કાર્ય કર્તા પાસે આ પ્રાર્થના રજૂ કરે.