લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
માગળનું પગલું

આગળનું પગલું બરાબર છે અને મે હમણાં હિંદી-હિંદુસ્તાની શબ્દનો પ્રયોગ કર્યો છે. સન '૧૮માં જ્યારે તમે મને આ જ પદ આપેલું ત્યારે પણ મેં એમ જ કહ્યું હતું કે, હિંદી એ ભાષાનું નામ છે જે હિંદુ અને મુસલમાન કુદરતી રીતે વગર પ્રયત્ને ખેલે છે. હિંદુસ્તાની અને ઉર્દૂમાં કા ફરક નથી. દેવનાગરી લિપિમાં લખાય ત્યારે તે હિંદી, અને અરબીમાં લખાય ત્યારે ઉર્દૂ કહેવાય છે, જે લેખક કે વક્તા વીણી વીણીને સસ્કૃત કે અખી—ારસીને જ પ્રયોગ કરે છે, તે દેશનું અહિત કરે છે. આપણી જનતામાં પ્રચલિત થઈ ગયા હોય એવા બધી જાતના શબ્દો રાષ્ટ્રભાષામાં આવવા જોઈએ. શ્રી. ધનશ્યામદાસ બિરલાએ ક્યું છે તે જ છે કે, જુદી જુદી પ્રાંતીય ભાષાઓમાં જે શબ્દ રૂઢ થઈ ગયા જે રાષ્ટ્રભાષામાં આવવાને લાયક છે, તે રાષ્ટ્રભાષાવાદીઓએ લઈ લેવા જોઈ એ. દરેક વ્યાપક ભાષામાં એ ગ્રહણશક્તિ રહે જ છે. એટલા માટે તે તે વ્યાપક બને છે. અંગ્રેજીએ શું નથી લીધું? લૅટિન અને ગ્રીકમાંથી કેટલાયે શબ્દપ્રયોગો અંગ્રેજીમાં લેવાયા છે. આધુનિક ભાષાઓને પણ તેઓ છેડતા નથી. એ ખાખતમાં એમનું નિષ્પક્ષપણું પ્રશ'સાપાત્ર છે. હિંદુસ્તાની શબ્દો અંગ્રેજીમાં ઠીક ઠીક આવી ગયા છે. કેટલાક આફ્રિકાથી પણ લેવાયા છે. એમાં એમને મુક્ત વ્યાપાર (ફ્રી ટ્રેડ ) કાયમ જ છે. પણ મારા આમ કહેવાની મતલબ એ નથી કે, પ્રસંગ વિના પણ આપણે ખીજી ભાષાએના શબ્દ લઈએ, જેમ આજકાલ અંગ્રેજી ભણેલા જુવાને કરે છે. આ વ્યાપારમાં વિવેકદ્રષ્ટિ તો રાખવી જ પડશે. આપણે કંગાલ નથી, પશુ કેસ પણ નહિ ખનીએ. ખુરસીને ખુશીથી ખુરસી’ કહીશું, એને માટે ‘ ચતુષ્પાદ પીઢ' શબ્દનો પ્રયોગ હે કરીએ.

આ પ્રસંગે મારા દુઃખની પણ થોડીક વાત કરી લઉં. હિંદી ભાષા રાષ્ટ્રભાષા અને યા ન બને, હું એને છેડી નથી શકતો. તુલસીદાસના હું પૂજારી રહ્યો, એટલે હિંદી પર મારા માહ રહેવાના જ. પણ હિંદી ખેલનારાઓમાં રવીંદ્રનાથ ક્યાં છે ? પ્રફુલ્લુચદ્ર રાય ક્યાં છે ? જગદીશ ખેઝક્યાં છે ? એવાં બીજા પણ નામ હું બતાવી શકું. હું જાણું છું કે, મારી અથવા મારા જેવા હુજારાની ઈચ્છા માત્રથી એવી વ્યક્તિએ થોડી જ પેદા થવાની છે ? પણ ભાષાને રાષ્ટ્રભાષા બનવું છે, તેમાં આવી મહાન વ્યક્તિ હોવાની આશા રખાશે જ. વર્ધામાં અમારે ત્યાં એક કન્યાશ્રમ છે, ત્યાં સમેલનની પરીક્ષાને માટે કેટલીક છોકરી તૈયાર થઈ રહી છે. શિક્ષા, અને કરી પણ, ફરિયાદ કરે છે કે, જે પાઠ્યપુસ્તકા નીમવામાં આવ્યાં છે તે બધાં વાંચવા લાયક નથી. મ