લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

દ્વાષા વિષે વિચાર જે લેકા આપણાં બાળકને હિંદુસ્તાની માટે રાજના એક કલાક આપવાની માનાકાની કરે છે, તેમની દેશભક્તિ કેવી છીછરી છે તે દેખાઈ આવે છે. આપણે તે અખિલ ભારતીય રાષ્ટ્રીયતારૂપી કાપરું મેળવવું હોય, તો પ્રાંતીયતારૂપી કાચલું ભાંગવું જ જોઈએ. હિંદુસ્તાન એક દેશ અને એક રાષ્ટ્ર છે, કે ઘણા દેશ અને બ્રણાં રાજ્ય છે ? એ એક દેશ છે એમ જે માને છે, તેમણે રાજાજીને પોતાના પૂરેપૂરો ટેકા આપ ધટે છે. રાજાની પાછળ જો લોકમતનું ખળ નહીં હાય, તે તે પોતાનું પદ ગુમાવી બેસશે, પણ્ જો એમની પાછળ લોકમતનું બળ ન હોય તે એમની પાસે જબરદસ્ત બહુમતી છે એ વિચિત્ર ગણાય. પણ એમની પાસે બહુમતી ન હોય તેથી શું? તો એમણે પ્રધાનપદ છેડી દેવું જોઈ એ, પણ પાતાની ઊંડામાં ઊંડી શ્રદ્ધા તો તેમનાથી ન જ છેડી શકાય. એમની બહુમતી એ જો મહાસભાના સંકલ્પની પ્રતિનિધિ ન હાય, તે એ બહુમતીની કશી કિંમત નથી, મહાસભા કઈ હુમતીને વરેલી નથી; એ તે। આ રાષ્ટ્રને એામાં ઓછા સમયમાં મહાન અને સ્વતંત્ર બનાવે એવી જે જે વસ્તુ હોય તેને વરેલી છે. હું અં, ૧૧-૯-કુટ ૨૭. હિંદુસ્તાની, હિંદી અને ઉર્દૂ હિંદી-ઉર્દૂના સવાલ વિષે તીખા વાવિવાદ પેદા થયા છે અને હજુ ચાલુ છે એ બહુ ખેદની વાત છે. મહાસભાએ પોતાના કામકાતી ભાષા તરીકે હિંદુસ્તાનીના સ્વીકાર કરેલ છે અને આંતરપ્રાંતીય સૌંસને માટે અને અખિલ ભારતીય ભાષા તરીકે કપેલી છે. એ પ્રાંતીય ભાષાઓને નાબૂદ કરી તેનું સ્થાન લેવા માટે નથી, પણ તેમાં પૂર્તિ કરવા માટે છે. કાર્યવાહક સમિતિએ ચેડા વખત પર કરેલા ઠરાવથી ( જુઓ પ્રકરણ ૧૮, ખંડ ૨ ) આ બાબતની બધી શંકા શાંત પાડવી જોઈએ. જે મહાસભાવાદીઓને અખિલ ભારતીય કામ કરવાનું છે તે જો માત્ર અને લિપિમાં હિંદુસ્તાની શીખવાની તકલીફ્ લેશે તો આપણે એક રાષ્ટ્રભાષાના ધ્યેયની દિશામાં ઘણાં પગલાં આગળ ધપીશું, ખરી હરીફાઈ હિંદી અને ઉર્દૂ વચ્ચે નથી, પણ હિંદુસ્તાની અને અંગ્રેજીની વચ્ચે છે, એ સખત લડાઈ છે. હું ભારે ચિંતાથી એ નિહાળી રહ્યો છું.