પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કથાનક ગીતો
૩૭
 


હલદીઘાટનું યુદ્ધ[૧]

અથવા

શૂરા બાવીશ હજાર

દિવ્ય

"વીરા ! ચાલો ઝટ રણમાં,
કાઢો તાતી તલવાર !
હર હર હર નાદે ઘૂમતા
કરિયે અરિનો સંહાર !
રણધીરા હે રજપૂતો,
મુજ અંગતણા શણગાર !
રે ચાલો હલદીઘાટે,
શૂરા બાવીશ હજાર ! ૧

વીરા ! શું શૌર્ય ગયું છે ?
શુ રજપૂત થશે ગુલામ ?
મેવાડ પરાધીન બનશે ?
શું જશે શિશોદિય નામ ! -
નહિ, નહિ, નહિ ! રણમાં ચાલો,
ઝળાકાવો તમ હથિયાર !
રે ઘૂમો રાણા સાથે
શૂરા બાવીશ હજાર ! ૨


  1. ✽વીરરત્ન. એનો બીજો અર્થ ચૌદ પણ થાય છે. આ લડાઇમાં ચૌદ હજાર રજપૂતો માર્યા ગયા હતા.