આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પદ ૫૭ મું
શિષ્ય બોલીયો સુણી શુચિવાણીજી, ગુરુભક્તિ સહુથી વખાણીજી;
‘તે ભક્તિનું કહો મુને રૂપજી, અંગ અધિકારી ભૂષણ અનૂપજી. ૧
શ્રીગુરુ બોલ્યાં સાંભળ તાતજી, કહું વિસ્તારી પૂછી વાતજી;
પ્રેમસહિત છે દશધા ભક્તિજી, વ્યસન પછી આસક્તિજી. ૨
ઢાળ
આસક્તિ રાખી શ્રવણ કર, છે શ્રવણ પહેલી ભક્તિ;
કીર્તન સ્મરણ પછી પાદસેવન, અર્ચન વંદન વ્યક્તિ. ૩
દાસત્વ ભક્તિ સખ્યતા, આત્મનિવેદન નામ,
તે ઉપર દશમી પ્રેમભક્તિ, અતિપ્રિય ઘનશ્યામ. ૪
પરિક્ષિત શુક પ્રહલાદ શ્રી પૃથુ, અક્રૂર ને હનૂમાન,
અર્જુન વળી શ્રીગોપીજન, અનુક્રમે ભક્તિદાન. ૫