પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૬૨ મું

દુલરીકંઠે નિર્મળ મોતીજી, કૌસ્તુભમણિની જલહલ જ્યોતિજી;
વિશાળ વક્ષ:સ્થલ હરિભવ્યજી, ભૃગુપદ શ્રીવત્સલક્ષ્મ અસવ્યજી.
કટિ કૃશ પીતાંબર પટ ભ્રાજેજી, રસના તે ઉપર અતિ રાજેજી;
મણિ મુક્તા કંચન સ્ત્રક શ્યામજી, વૃંદાવન માલા રતિ દામજી.

ઢાળ

રતિદામ વિઠ્ઠલ વૈજ્યંતી અંગદ ભુજ અતિરૂપ;
કર કંકણ કંચન મુદ્રિકા, ગ્રહિ મુરલી અતિ અનૂપ.
વર વાઘો અદ્ભુત ઉપરણો, નૂપર ઝમક જુગ પાય;
ચારુ ચિહ્ન ષટ દશ તે તલે, ધરે ધ્યાન યોગીરાય.
સ્વસ્તિકોણ ને જંબુ જવ પવિ ધ્વજ સુઉર્ધ્વરેષ;
અંકુશ અંબુજ દક્ષિણાંધ્રિ, નવ ન ન્યુન વિશેષ.
મત્સ્ય ત્રિકોણ ધનુષ મધવા, કલશ મંડલ નામ;