પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વળી ન્યૂનાધિક છે યજન ફળ, ક્રમે ક્રમે શાસ્ત્ર પ્રમાણ;
તે કહું કિચિત શ્રવણ કર વિધિ હોય જો તું અજાણ.
જો જન્મ પંચ લગી ભજે, અવતાર હરિના અન્ય;
તો હયગ્રીવ સ્વરૂપમાં ભક્તિ, ઉપજે તે પુણ્ય.
દશ જન્મ હયશિર ઉપાસનથી પ્રીતિ નરહરિ પામે;
જે રૂપ કૌસ્તુભ દયાપ્રીતમ સ્મરતાં ભય વામે.

પદ ૭૯ મું

હસ્ત્ર જન્મ સેવો નૃસિંહજી, પ્રકટે નારાયણમાં રંગજી;
ભજતાં નારાયણ ભવકોટિજી, શ્રીરઘુપતિ ઉદ્ભવ રતિ મોટીજી.
રઘુવર જન્મ અનંતજી, તવ હોય શ્રીકૃષ્ણ ભક્તિવંતજી;
શ્રીજી સેવ્યે પરમગતિ પામેજી, વૃંદાવન લીલા વિશ્રામેજી.

ઢાળ

વિશ્રામ વૃંદાવિપિન જ્યહાં નિત્યે યુગલ રતિ રાસ;
તે વૃંદાવન ચંદ્રમા, અવતાર અખિલ નિવાસ.
શ્રીરાધાવરના હાસ્યથી પ્રકટિયા છે શ્રીરામ;