પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શ્રીઅંગની સૃષ્ટિ જ્યહાં સામગ્રી સહુ નિજરૂપ;
આનંદમય ત્યાં અખિલ ક્રીડા, નિત્ય અતિ અનૂપ.
જે થકી શ્રેષ્ઠ ન કશું વ્યાપિ, વૈકુંઠ વેષ્ઠિત લોક;
જ્યાં થકી પુનરાવૃત્તિ નહિ, નહિ જ્યાં સ્વપ્નામાં શોક.
હરહિરણ્યગર્ભાદિક ન ગતિ જ્યાં, સકલ સુંદરી ગ્રામ;
છે દયાપ્રીતમ પુરુષોત્તમ, પુરુષો પૂરણકામ.

પદ ૮૨ મું

રમણિક શ્રી વૃંદાવન ધામજી, નવ દ્રુમવેલી અતિ અભિરામજી;
સ્વચ્છ મનોહર મૃદુમણિમય ક્ષમાજી, અચલાનંદમય પૂરણ ચંદ્રમાજી.